Connect Gujarat
દુનિયા

"ડ્રેગન" ચીન હવે તાલિબાનની પડખે, વાંચો કેટલા મિલિયન ડોલરની કરશે મદદ..!

ડ્રેગન ચીન હવે તાલિબાનની પડખે, વાંચો કેટલા મિલિયન ડોલરની કરશે મદદ..!
X

ચીન હવે ખુલીને અફઘાનિસ્તાનના પક્ષમાં આવ્યું છે. તાલિબાન સરકાર બન્યા તેને હજી 24 કલાક પૂર્ણ થયા છે, ત્યારે ચીને 310 લાખ અમેરિકન ડોલરની મદદ કરવાનું એલાન કર્યુ છે. જે અરાજક્તા ખતમ કરવા અને વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે જરૂરી છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ પર પડોશી દેશોના વિદેશ મંત્રીની પહેલી બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે, ચીન અફઘાનિસ્તાનને 200 મિલિયન યુઆન (31 મિલિયન અમેરિકન ડોલર)ની મદદ અંતર્ગત અનાજ, ઠંડીનો સામાન અને કોરોનાની રસી તેમજ જરૂરી દવા આપશે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી.

જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની મેજબાનીમાં આયોજિત આ બેઠકમાં રશિયાએ ભાગ લીધો ન હતો. વાંગ યી નું કહેવું છે કે, પહેલા જથ્થામાં ચીને અફઘાનિસ્તાનને 30 લાખની રસી દાન કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, બાયડન પ્રશાસનની પાસે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ દ્વારા રાખવામાં આવેલા અફઘાની સોના, રોકાણ અને વિદેશી મુદ્રા ભંડારને જારી કરવાની કોઈ હાજર યોજના નથી. જોકે રાજનીતિક વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો ચીન, રશિયા અને કોઈ અન્ય દેશ તાલિબાનને ધન પુરુ પાડવાનું ચાલુ રાખશે તો તાલિબાનને આ આર્થિક લાભની વધારે જરૂર નહીં પડે.

Next Story