Connect Gujarat
દુનિયા

ફ્રાન્સમાં કોરોનાનો વિસ્ફોટ, 24 ક્લાકમાં જ 11 હજાર કેસ

સંક્રમણ કાબૂમાં કરવા રાષ્ટ્રપતિએ અપીલ કરી છે કે લોકો વેક્સિન લગાવો સાથે 65 થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો પણ વાત કરી છે

ફ્રાન્સમાં કોરોનાનો વિસ્ફોટ, 24 ક્લાકમાં જ 11 હજાર કેસ
X

વિશ્વમાં ફરીવાર કોરોના સંક્રમણનો ફફડાટ છે તેની વચ્ચે ફ્રાન્સમાં કોરોનાના કેસ એકાએક વધી જવાને કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સંક્રમણ કાબૂમાં કરવા રાષ્ટ્રપતિએ અપીલ કરી છે કે લોકો વેક્સિન લગાવો સાથે 65 થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો પણ વાત કરી છે. ફ્રાંસમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અહીના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરે કહ્યું કે દેશમાં નવી ચિંતા ઉભી થઈ છે.

જેથી આપણે આશા રાખીએ કે સંક્રમણ જલ્દીથી ખતમ થાય. સ્થાનિક મીડિયા ઈન્ટરવ્યું આપતા તેમણે કહ્યું કે દેશમાં અન્ય પાડોશી દેશોની જેમજ પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે આ લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 11,883 કેસ નોંધાયા છે. જેથી અહીંયા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઓક્ટોબર પછી નવેમ્બર શરૂ થતાજ અહીયા સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રો પણ એવું નિવેદન આપ્યું કે દેશમાં કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે.65 વર્ષ અને તેનાથી જેની વધારે ઉંમર વાળા વ્યક્તિ સાવચેતી રાખવી જરૂરી છે. સાથે જ તેમને બૂસ્ટર ડોઝ લગાવાની પણ વાત કરી હતી. 15 ડિસેમ્બરથી અહીંયા 65 વર્ષ કરતા વધુના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો પણ તૈયારી કરી લેવામાં આવી છે પણ જે રીતે અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી ચિંતા પણ વધી રહી છે

Next Story