Connect Gujarat
દુનિયા

નેપાળમાં પુરથી થયું ભારે નુકસાન, ભૂસ્ખલનને કારણે 21નાં મોત , 24 ગુમ

નેપાળમાં પુરથી થયું ભારે નુકસાન, ભૂસ્ખલનને કારણે 21નાં મોત , 24 ગુમ
X

નેપાળમાં પુર અને ભુસ્ખલનની ઘટનાઓમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે.24 લોકો ગુમ થયા છે.નેપાળા ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના 19 જિલ્લા પુર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. તેમણે જણાવ્યું કે પુરના ચાલતા પ્રવાસ વીજળીનો સપ્લાય અને કૃષિ ઉપજી લરણીમાં ઘણી અસર પહોંચી છે.

નેપાળમાં મંગળવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા સિંધુ પાલચૌક જિલ્લામાં અનુભવાયા હતા. જો કે આનાથી કોઈ પણ મોટું નુકશાન થયાના સમાચાર નથી આવ્યા. નેપાળમાં સતત વરસાજને કારણે સમસ્યા ઉભી થઈ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ ખરાબ વાતાવરણને કારણે ઉડાન ભરી શકતી નથી. એરપોર્ટ ઓફિસ અનુસાર મંગળવાકે સવાકે લુકલામાંથી ઉડાન ભરનારી મોટાભાગની ઉડાનોને રદ્દ કરી દીધી છે. વિરાટનગર અને જનકપુર એરપોર્ટ તમામ ખુલ્લા છે. ઝાપાના ભાદ્રપર એરપોર્ટ અને પોખરા એરપોર્ટ્સ પર તમામ ઉડાનો શરુ થઈ છે. મંગળવારે તારા એરએ બોલીવુડ કલાકારોની ટીમને મનાંગથી મનાંગ લઈ જવા માટે 6 ઉડાનો નિર્ધારિત કરી હતી. જો કે મંગળવારે કોઈ ફ્લાઈટ ઉડાન ન ભરી શકી. આ કારણે ફિલ્મ ઉંચાઈની શૂટિંગ કરવા ગયેલા બોલીવુડના કલાકારો શૂટિંગ વાળા લોકેશન પર ન પહોંચી શક્યા.

Next Story