Top
Connect Gujarat

ચીનમાં પૂરને કારણે 12 લોકોનાં મોત, 1 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર થયા

ભારે વરસાદને કારણે ચીનમાં પૂર આવ્યું છે અને 12 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ચીનમાં પૂરને કારણે 12 લોકોનાં મોત, 1 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર થયા
X

ચીનમાં ભારે વરસાદના પૂરના કારણે ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં. સતત પડેલા મુશળધાર વરસાદને કારણે સેંકડો લોકો ફસાઈ ગયા હતા. પૂરને કારણે ભારે નુકસાન થયું છે. અનેક વાહનોને પણ નુકસાની પહોચ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જો કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ એક લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને અન્ય સ્થાનિક પેટા જિલ્લા કર્મચારી સ્થળ પર બચાવ કાર્યમાં રોકાયેલા છે. 'સબવે'માં પાણી ફરી વળ્યું છે અને મુસાફરો હવે સલામત છે. ઝેંગઝૌઉડોંગ રેલ્વે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનોને રોકવામાં આવી હતી. ઝેંગઝુ એરપોર્ટ પર શહેરની અને શહેરની 260 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ચીનની સત્તાવાર ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ હેનન હવામાન વિભાગનો હવાલો આપતા કહ્યું કે, "હેનન પ્રાંતની રાજધાની ઝેંગઝુમાં મંગળવારે સાંજે 4 થી 5ની વચ્ચે આશરે 20 સેન્ટિમીટર (8 ઇંચ) વરસાદ થયો હતો. મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફળી વળ્યા હતા. રસ્તાઓ જાણે નદીઓ જેવા દેખાતા હતા. સબવે સ્ટેશનો પૂરના પાણીથી ભરાઈ ગયા હતા, ભારે પાણીના કારણે ઘણા વાહનો પણ વહેતા જોવા મળ્યા હતા. ચીનમાં પૂરના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે શહેરમાં ટ્રાફિક અટવાયો હતો. માર્ગ અને હવાઈ માર્ગો ખોરવાયા છે. 80થી વધુ બસોની સેવાઓ સ્થગિત કરવી પડી હતી, 100થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા હતા અને 'સબ-વે' સેવાઓ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. વરસાદનું પાણી શહેરની 'લાઈન ફાઇવ' સબવે ટનલમાં ઘુસીને ઘણા મુસાફરો ટ્રેનમાં ફસાયા હતા.

Next Story
Share it