Connect Gujarat
દુનિયા

અમેરિકાના કેંટકીમાં વાવાઝોડાથી ભારે તબાહી, 50 લોકોના મોત

વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા લોકોના ઘરના છાપરા ઉડ્યાં હતા.

અમેરિકાના કેંટકીમાં વાવાઝોડાથી ભારે તબાહી, 50 લોકોના મોત
X

કેંટકી રાજ્યના મેફીલ્ડ સહિતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું આવ્યું તેને કારણે 50 લોકોના મોતની ખબર છે. કેંટકીના ગર્વનર એન્ડી બેશિયર રાજ્યમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું કે બચાવ ટુકડીઓ આ વિસ્તારમાં હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મેફિલ્ડ વિસ્તારમાં મીણબત્તીની ફેક્ટરીને વાવાઝોડાથી ખરાબ રીતે નુકસાન થયું છે.વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા લોકોના ઘરના છાપરા ઉડ્યાં હતા. જ્યારે વાવાઝોડું ફેક્ટરીમાં ત્રાટક્યું ત્યારે ૧૦૦ થી વધુ લોકો કામ કરી રહ્યા હોવાના અહેવાલ છે. અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. ટેનેસી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ડીન ફ્લેનરે જણાવ્યું હતું કે, ટેનેસીમાં રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં લેક કાઉન્ટીમાં બે વાવાઝોડાના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે જ્યારે પડોશી ઓબિયાન કાઉન્ટીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફ્લેચરે જણાવ્યું હતું કે ટેનેસીના આરોગ્ય વિભાગે મૃત્યુની પુષ્ટિ કરી હતી, જોકે અન્ય કોઈ વિગતો તાત્કાલિક જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીએ અગાઉ ઓબિયાન કાઉન્ટીમાં બે મૃત્યુની જાણ કરી હતી.

Next Story