Connect Gujarat
દુનિયા

શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયુ તો ભારતે કરી રૂ.90 કરોડ ડોલરની મદદ,વાંચો શું છે કારણ

ભારતે વધુ એક વાર પાડોશી દેશને મદદ કરી છે અને પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયુ તો ભારતે કરી રૂ.90 કરોડ ડોલરની મદદ,વાંચો શું છે કારણ
X

ભારતે વધુ એક વાર પાડોશી દેશને મદદ કરી છે અને પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે. ભારતે આર્થિક સંકટ સામે લડી રહેલા શ્રીલંકાને આર્થિક રીતે કંગાળ થવાથી બચાવી લીધુ છે. ભારતે શ્રીલંકાને મદદરુપે 90 કરોડ ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે.શ્રીલંકાના પ્રમુખ અર્થશાસ્ત્રી અને શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના પૂર્વ ડે.ગર્વનર ડબલ્યુએ વિજેવર્ધને ભારતની આ મદદ માટે વખાણ કર્યા છે. અને કહ્યુ કેભારતે શ્રીલંકાને આર્થિક મદદ કરીને શ્રીલંકાની ડૂબતી નાવને હાલ બચાવી લીધી છે.સાથે તેઓએ શ્રીલંકાની આર્થિક સ્થિતિને લઇને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પણ ચેતાવણી આપી. શનિવારે અર્થશાસ્ત્રી વિજેવર્ધને રાષ્ટ્રપતિને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે વિદેશીભંડોળની અછત સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાએ તાત્કાલિક આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી ઉધાર લેવાની જરુર પડશે.શ્રીલંકાનુ વિદેશી મુદ્રા ભંડોળ લગભગ ખાલી થઇ ગયુ છે. અને તમામ જરુરી વસ્તુઓની અછત વર્તાઇ રહી છે. દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા ભારતે ગુરુવારે 90 કરોડ ડોલરનું ધિરાણ શ્રીલંકાને આપવાની જાહેરાત કરી હતી.

Next Story