Connect Gujarat
દુનિયા

જાપાન : આજથી 76 વર્ષ પહેલાં "લીટલ બોય" એ લાખો લોકોના જીવ લીધાં હતાં

જાપાન : આજથી 76 વર્ષ પહેલાં લીટલ બોય એ લાખો લોકોના જીવ લીધાં હતાં
X

એક તરફ જાપાનના ટોકિયોમાં ઓલ્પિકસની રમતો રમાય રહી છો તો બીજી તરફ આજે છઠ્ઠી ઓગષ્ટના રોજ હીરોશીમાના લોકો 76 વર્ષ પહેલાંનો એ કાળમુખો દિવસ ભુલી શકયાં નથી. તારીખ છઠ્ઠી ઓગષ્ટ 1945ના હીરોસીમા અને તારીખ 9મી ઓગષ્ટ 1945ના રોજ નાગાસાકી શહેર પર અણુબોંબ ઝીંકાયા હતાં.

બીજા વિશ્વયુધ્ધની સૌથી મહત્વની ઘટના જાપાનના બે શહેરો હીરોસીમા અને નાગાસાકી પર નાંખવામાં આવેલાં અણુબોંબની રહી હતી. અમેરિકાના ન્યુકલિયર હુમલામાં લાખો લોકો માર્યા ગયાં હતાં પણ આજે 76 વર્ષ પછી ફરીથી જાપાન બેઠુ થયું છે. બીજા વિશ્વયુધ્ધમાં જાપાને અમેરિકા સહિતના દેશોને ખુબ હંફાવ્યાં હતાં. જાપાન સરકાર પોટસડેમ ઘોષણાપત્ર દ્વારા મોકલવામાં આવેલાં આખરી કહેણને પણ અવગણી રહી હતી. આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી. એસ. ટ્રુમૅનના આદેશથી તારીખ 6 ઓગષ્ટ 1945ના રોજ અમેરિકાએ હિરોશિમા શહેર પર "લિટલ બોય" અને તારીખ 9મી ઓગષ્ટ 1945ના રોજ નાગાસાકી શહેર પર "ફેટમેન" નામના અણુબોંબ નાંખ્યાં હતાં.

હીરોશીમા જાપાનનું બીજુ લશ્કરી મથક હોવાથી તેના પણ અણુબોંબ નાંખવામાં આવ્યો હતો. અણુબૉમ્બ ફેંકાયાના પ્રથમ બેથી ચાર મહિનાઓ દરમ્યાન, તેની સીધી અસરથી હિરોશિમામાં 90,000 થી 1,66,000 લોકો અને નાગાસાકીમાં 60, 80,000 લોકો મોતને ભેટયાં હતાં. બંને શહેરોમાં, મૃતકોમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા. નાગાસાકી પર થયેલા વિસ્ફોટના છ દિવસ પછી એટલે કે તારીખ 15મી ઓગષ્ટ 1945ના રોજ જાપાને મિત્રો રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી હતી. તારીખ 2 સપ્ટેમ્બર 1945ના રોજ શરણાગતિના સ્વીકૃતિ પત્ર પર જાપાને હસ્તાક્ષર કર્યા હતાં.

Next Story
Share it