Connect Gujarat
દુનિયા

દેશભરમાં ઓમિક્રોન વાયરસના ભય વચ્ચે આજે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા,મૃત્યુઆંકમાં પણ વધારો

દેશભરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણના ભયની વચ્ચે આજે કોરોનાનો નવા 8774 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 621 લોકોના મોત થયા છે.

દેશભરમાં ઓમિક્રોન વાયરસના ભય વચ્ચે આજે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા,મૃત્યુઆંકમાં પણ વધારો
X

દેશભરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણના ભયની વચ્ચે આજે કોરોનાનો નવા 8774 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 621 લોકોના મોત થયા છે. જો કે, આ સમય દરમિયાન કુલ 9481 કોરોના દર્દીઓની સારવાર બાદ સાજા થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા કેસ આવ્યા બાદ હવે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યાં વધીને 1 લાખ 5 હજાર 691 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક દિવસ પહેલા એટલે કે, શનિવારે કોરોનાના 8 હજાર 318 નવા કેસ નોધાયા હતાં. જ્યારે 465 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે આ સમયગાળા દરમિયાન 10 હજાર 967 કોરોના દર્દીઓ સાજા થયા હતાં. તે પહેલા શુક્રવારે કોરોનાના 10 હજાર 549 નવા કેસ નોંધાયા હતાં. અગાઉ 24 નવેમ્બરે 9119 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 નવેમ્બરે 9283 નવા કેસ, 22 નવેમ્બરે 7579 નવા કેસ, 21 નવેમ્બરે 8,488 નવા કેસ અને 20 નવેમ્બરે 10 હજાર 488 નવા કોરોના કેસ નોંધાયા હતા.

Next Story