Connect Gujarat
દુનિયા

ન્યૂયોર્ક : 30 વર્ષમાં સૌથી ભયંકર અકસ્માત, બિલ્ડિંગમાં આગ લાગતા 9 બાળકો સહિત 19ના મોત

ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સ ખાતેના એક એપાર્ટમેન્ટમાં ખામીયુક્ત 'ઈલેક્ટ્રિક સ્પેસ હીટર'ના કારણે લાગેલી ભીષણ આગમાં નવ બાળકો સહિત 19 લોકોના મોત થયા છે

ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સ ખાતેના એક એપાર્ટમેન્ટમાં ખામીયુક્ત 'ઈલેક્ટ્રિક સ્પેસ હીટર'ના કારણે લાગેલી ભીષણ આગમાં નવ બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. 30 વર્ષમાં તે ન્યૂયોર્કની સૌથી ખરાબ ઘટના છે, જેમાં નવ બાળકો અને દસ અન્ય લોકોના મોત થયા છે.

ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY)ના કમિશનર ડેનિયલ નિગ્રોએ જણાવ્યું હતું કે આગમાં બિલ્ડિંગનો બીજો અને ત્રીજો માળ બળીને ખાખ થઈ ગયો હતો.મેયર એરિક એડમ્સ, ગવર્નર કેથી હોચુલ અને યુએસ સેનેટર ચાર્લ્સ શૂમર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મેયર એડમ્સના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન રિંગલે મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા બાળકોની ઉંમર 16 વર્ષ કે તેનાથી ઓછી હતી. કમિશનર નેગ્રોએ કહ્યું કે 13 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને તમામની હાલત ગંભીર છે. શ્વાસ લેતી વખતે મોટાભાગના પીડિતોના શરીરમાં ધુમાડો પ્રવેશી ગયો હતો. મેયર એડમ્સે આ ઘટનાને "ભયાનક" ગણાવી હતી અને કહ્યું હતું કે, "આ આધુનિક સમયમાં સૌથી ભયાનક આગમાંની એક હશે." અગ્નિશામકોને દરેક માળ પર એવા પીડિતો મળ્યા કે જેમને હાર્ટ એટેક આવ્યો હતો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમણે કહ્યું કે, 181 સ્ટ્રીટ ખાતે લગભગ 200 અગ્નિશામકોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

Next Story