Connect Gujarat
દુનિયા

નુપુર શર્માને શીખવાડી રહ્યું હતું પાકિસ્તાન પણ હવે કરાચીમાં જ હિંદુ દેવતાની મૂર્તિઓ તોડી પડાઈ

ભારતમાં નૂપુર શર્માની ટીપ્પણીથી શીખ આપવા વાળા પાકિસ્તાને પોતાના ખિસ્સામાં જોવાની જરૂર છે.

નુપુર શર્માને શીખવાડી રહ્યું હતું પાકિસ્તાન પણ હવે કરાચીમાં જ હિંદુ દેવતાની મૂર્તિઓ તોડી પડાઈ
X

ભારતમાં નૂપુર શર્માની ટીપ્પણીથી શીખ આપવા વાળા પાકિસ્તાને પોતાના ખિસ્સામાં જોવાની જરૂર છે. વાસ્તવમાં કરાચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સાથે તોડફોડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના પૂજા સ્થાનોમાં તોડફોડનો આ તાજેતરનો મામલો છે.

કરાચી કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતા મંદિરમાં બુધવારે દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાથી કરાચીના હિંદુ સમુદાયમાં ગભરાટ ફેલાયો છે, ખાસ કરીને કોરંગી વિસ્તારમાં જ્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારના એક સ્થાનિક રહેવાસી, જેઓ હિંદુ સમુદાયના છે, તેમણે જણાવ્યું કે મોટરસાઇકલ પર આવેલા છથી આઠ લોકો આ વિસ્તારમાં આવ્યા અને મંદિર પર હુમલો કર્યો. તેણે કહ્યું કે અમને ખબર નથી કે હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો?.

પાંચથી છ અજાણ્યા શકમંદો મંદિરમાં પ્રવેશ્યા હતા અને તોડફોડ કરીને ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે મંદિર પર હુમલો કરનારા અજાણ્યા શકમંદો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પાકિસ્તાનમાં હિંદુ મંદિરોને ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ઓક્ટોબરમાં, કોટરી ખાતે સિંધુ નદીના કિનારે સ્થિત એક ઐતિહાસિક મંદિરને કથિત રીતે અજાણ્યા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અંગે કોટરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Next Story