Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન: બલૂચિસ્તાન પ્રાંતના હરનઈમાં ધરા ધ્રુજી, અત્યાર સુધીમાં 20 લોકોના મોત

પાકિસ્તાન: બલૂચિસ્તાન પ્રાંતના હરનઈમાં ધરા ધ્રુજી, અત્યાર સુધીમાં 20 લોકોના મોત
X

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હરનઈ વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના જોરદાર ઝટકાનો અનુભવ થયો. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હરનઈ વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપના જોરદાર ઝટકાનો અનુભવ થયો. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 150 લોકો ઘાયલ છે.

બલૂચિસ્તાનના ક્વેટા જિલ્લાના હરનઈ વિસ્તારમાં વહેલી સવારે 3.30 વાગે ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી. ભૂકંપની તીવ્રતા ખુબ વધુ હતી અને અનેક મકાનોને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત આસપાસના અનેક જિલ્લાઓમાં પણ નુકસાન થયું છે.

Next Story