Connect Gujarat
દુનિયા

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે હિદું મંદિરમાં થયેલા હુમલા મુદ્દે કાર્યવાહી કરવા આપ્યા આદેશ

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે હિદું મંદિરમાં થયેલા હુમલા મુદ્દે કાર્યવાહી કરવા આપ્યા આદેશ
X

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિદું મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જે મામલે પાકિસ્તાની સુપ્રીમકોર્ટે ઈમરાન ખાન સરકારની ઝાટકણી કાઢી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલે ઉઠ્યો હતો. સાથેજ ભારત સરકાર દ્વારા પણ પાક હાઈ કમિશનને બોલાવામાં આવ્યા હતા. જેને અનુલક્ષીને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા ઈમરાન સરકારની બરાબરની ઝાટકણી કાઢવામાં આવી છે.

સમગ્ર મામલે પાક સુપ્રીમકોર્ટ દ્વારા ઈમરાન સરકારને કહેવામાં આવ્યું કે તુરંત કાર્યવાહી કરવામાં આવે. હિંદુ મંદિર પર થયેલા હુમલાને લઈને ઈમરાન સરકારની વૈશ્વિક સ્તરે ભારે નિંદા થઈ રહી છે. જોકે ઈમરાન સરકાર દ્વારા મંદિરના પુનનિર્માણનો વાયદો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન સુપ્રીમકોર્ટે ઈમરાન સરકારને આદેશ આપ્યા છે કે, આરોપીઓને જલ્દીથી જલ્દી ઝડપી પાડવામાં આવે. સાથે જ મંદિરને ફરીથી પહેલા જેવું બનાવા પણ આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાનના જજ ગુલજાર અહમદ દ્વારા આ હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી સાથેજ તેમણે આ મામલે આજે સુનાવણી પણ હાથ ધરી હતી.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે હુમલાને અંજામ આફનાર આરોપીઓએ ધાર્મીક નારા લગાવીને મંદિરમાં ડંડા અને પથ્થર વડે મૂર્તીઓને ખંડીત કરી હતી. સાથેજ મંદિરમાં આગ પણ લગાવામાં આવી હતી. જેથી તેમણે ઘટના બાદ પોલીસનો કાંફલો મંદિરની આસપાસ મૂકી દીધો. જેથી કરીને પરિસ્થિતી વધારે ખરાબ ન થાય.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું કે ગણેશ મંદિરમાં થયેલી હિંસાની તેઓ નિંદા કરે છે. સાથેજ તેમણે કહ્યું કે પોલીસને તેમણે આદેશ આપ્યા છે., કે આરોપીઓને જલ્થી થી જલ્દી ઝડપી પાડવામાં આવે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સરકાર જલ્દીથી મંદિરનું પુન: નિર્માણ પણ કરાવશે.

Next Story