Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને રશિયામાંથી વીલા મોંઢે પાછા ફર્યા, રાષ્ટ્રપતિ પુતિને મળવાનો સમય જ ન આપ્યો !

ગુરુવારે જ્યારે તેઓ બે દિવસની રશિયાની મુલાકાતે મોસ્કો પહોંચ્યાં બરાબર તે જ સમયે રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેનની સામે વોર જાહેર કરી દીધું હતું.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને રશિયામાંથી વીલા મોંઢે પાછા ફર્યા, રાષ્ટ્રપતિ પુતિને મળવાનો સમય જ ન આપ્યો !
X

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને રશિયામાંથી વીલા મોંઢે પાછા આવવું પડ્યું છે. ગુરુવારે જ્યારે તેઓ બે દિવસની રશિયાની મુલાકાતે મોસ્કો પહોંચ્યાં બરાબર તે જ સમયે રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેનની સામે વોર જાહેર કરી દીધું હતું. આ પછી પ્રમુખ પુતિન યૂક્રેન યુદ્ધમાં જ રોકાયેલા રહ્યાં હતા, તેથી તેઓ મહેમાન બનીને આવેલા પાક.પીએમ ઈમરાન ખાન સાથે મુલાકાત કરી શક્યા નથી. પુતિન હાલ યુક્રેન પરના હુમલામાં વ્યસ્ત હોવાથી પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પુતિનના મંત્રાલયને મળવા માટે કોઇ કાર્યક્રમ શેર કરી શક્યું નથી. રાષ્ટ્રપતિ પુતિને મળવાનો સમય ન આપ્યો હોવાથી પીએમ ઈમરાન માટે તો જોયા જેવો ઘાટ થયો.

આખરે તેમણે પાકિસ્તાનનું વળતું વિમાન પકડવું પડ્યું હતું અને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. 20 વર્ષથી વધુ સમયમાં કોઈ પાકિસ્તાની નેતા દ્વારા મોસ્કોની આ પ્રથમ મુલાકાત હતી. આવી સ્થિતિમાં, પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાની મીડિયાને એ હકીકત વિશે ખૂબ જ ઉત્સુકતા હતી કે ઇમરાન ખાનની રશિયાની મુલાકાત પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક રહેશે. આ સમયે પાકિસ્તાન મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે, પરંતુ આ સાથે જ જ્યારે ઈમરાન ખાન રશિયાની ધરતી પર પહોંચ્યા તો સાથે જ પુતિને યુક્રેન પર હુમલાની જાહેરાત કરી. હવે પુતિન યુક્રેન પરના હુમલામાં વ્યસ્ત છે.

Next Story