બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં પ્લેન ક્રેશ, 61 લોકોના મોતની આશંકા

દુનિયા | સમાચાર , બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં 61 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે, સત્તાવાર માહિતી અનુસાર તમામ મુસાફરોના મોત થયા છે.એરલાઈન વોઈપાસે એક નિવેદન

brajil
New Update

બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં 61 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે, સત્તાવાર માહિતી અનુસાર તમામ મુસાફરોના મોત થયા છે.એરલાઈન વોઈપાસે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતું પ્લેન ક્રેશ થયું હતું. તેમાં 57 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા.

અકસ્માત કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી.જે પ્લેન ક્રેશ થયું તેનું રજીસ્ટ્રેશન PS-VPB, ATR 72-500 છે. તેમાં કુલ 74 લોકો બેસી શકે છે. જો કે, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 61 લોકો હતા.સીએનએનના અહેવાલ મુજબ, ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાને દુર્ઘટનાના દોઢ મિનિટ પહેલા ઊંચાઈ ગુમાવી દીધી હતી. સ્થાનિક સમય અનુસાર બપોરે 1:21 વાગ્યા સુધીમાં પ્લેન 17 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. તે માત્ર 10 સેકન્ડમાં અંદાજે 250 ફૂટ નીચે પડી ગયું.

#બ્રાઝિલ #વિમાન ક્રેશ
Here are a few more articles:
Read the Next Article