Connect Gujarat
દુનિયા

રશિયાને આર્થિક પ્રતિબંધોના કારણે થયું મોટું નુકસાન, કરન્સીમાં 30 ટકાનો કડાકો

યુક્રેન સાથે યુદ્ધ કર્યા બાદ હવે રશિયાની કરન્સીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે રશિયન કરન્સી ડોલરની સરખામણીએ 30 ટકા ટૂંટી ગઈ હતી.

રશિયાને આર્થિક પ્રતિબંધોના કારણે થયું મોટું નુકસાન, કરન્સીમાં 30 ટકાનો કડાકો
X

યુક્રેન સાથે યુદ્ધ કર્યા બાદ હવે રશિયાની કરન્સીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે રશિયન કરન્સી ડોલરની સરખામણીએ 30 ટકા ટૂંટી ગઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર જે કડક કાયદાઓ લગાવામાં આવ્યા છે. તેની અસર હવે રશિયાની કરન્સી પર જોવા મળી રહી છે. અમેરિકા, કેનેડા, બ્રિટેન, જાપાન અને જર્મની જેવા દેશોએ રશિયા સામે પ્રતિબંધ લગાવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે રશિયા પર આ પ્રતિબંધોનો કોઈ અસર જોવા નથી મળી રહ્યો અને તે સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે.

અમેરિકા બાદ તેના સહયોગી દેશો દ્વારા પણ રશિયા પર કડક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. હવે માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમિર પુતિન જ પ્રતિબંધોના દાયરામાં નથી ઘેરાયા પરંતુ રશિયાની સેન્ટ્રલ બેંક પણ તેનો શિકાર બની છે. ઉપરાંત રશિયાને ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવી છે.

Next Story