Connect Gujarat
દુનિયા

રશિયા-યુક્રેન "વિવાદ" : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી મહત્વની ઘોષણા, મોટા ભાગના દેશો પર આવી શકે છે આફત..!

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જે વિવાદ હવે અંતિમ તબક્કામાં પહોચી ગયો છે

રશિયા-યુક્રેન વિવાદ : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી મહત્વની ઘોષણા, મોટા ભાગના દેશો પર આવી શકે છે આફત..!
X

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જે વિવાદ હવે અંતિમ તબક્કામાં પહોચી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મહત્વની ઘોષણા કરી છે. જેના કારણે મોટા ભાગના દેશોનું ટેન્શન વધી ગયું છે. સાથે જ વિશ્વ પર હવે મોટું સંકટ આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી ઓપરેશનની ઘોષણા કરી છે. જેના કારણે હવે અમેરિકા પણ ટૂંક સમયમાં કોઈ એક્શન લઈ શકે છે. પુતિને લશ્કરી ઓપરેશનની ઘોષણા કરવાની સાથે યુક્રેનની સૈન્યને શસ્ત્રો નીચે મૂકી દેવા માટે કહ્યું છે. જોકે, યુક્રેન દ્વારા હજુ આ મામલે કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, જો બન્ને દેશ વચ્ચે યુધ્ધ થાય તો વિશ્વના મોટા ભાગના દેશો પર મોટી આફત આવી શકે તેમ છે. યુક્રેનને અમેરિકાનું પુરુ સમર્થન છે. જેથી અમેરિકા પણ યુક્રેનની મદદ કરશે. તો બીજી તરફ હવે પુતિને લશ્કરી ઓપરેશનની ઘોષણા કરી છે, જેથી બંન્ને દેશો વચ્ચે આજે તણાવ પુષ્કળ પ્રમાણમાં વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Next Story