રશિયન હુમલાથી ઓડેસા એરપોર્ટને ભારે નુકસાન, છેલ્લા 24 કલાકમાં 200 સૈનિકો માર્યા ગયા, 17 સૈન્ય મથકો નષ્ટ
રશિયાએ છેલ્લા 24 કલાકમાં ફરીથી યુક્રેનના સૈન્ય ઠેકાણાઓ પર મોટા હુમલા કર્યા છે. રશિયન સેનાએ ક્રુઝ મિસાઈલથી હુમલો કરીને યુક્રેનમાં 17 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા હતા.

રશિયાએ છેલ્લા 24 કલાકમાં ફરીથી યુક્રેનના સૈન્ય ઠેકાણાઓ પર મોટા હુમલા કર્યા છે. રશિયન સેનાએ ક્રુઝ મિસાઈલથી હુમલો કરીને યુક્રેનમાં 17 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા હતા. આ ઉપરાંત, હુમલામાં યુક્રેનની સેનાની કમાન્ડ પોસ્ટ અને ખાદ્યપદાર્થોના ગોદામો પણ નાશ પામ્યા હતા. આ હુમલાઓમાં 200થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે.
યુક્રેનની સેનાના 23 બખ્તરબંધ વાહનો પણ નાશ પામ્યા હોવાના અહેવાલ છે. ઓડેસાના ગવર્નરના જણાવ્યા અનુસાર, રશિયન સેનાએ દરિયાકાંઠાના શહેર ઓડેસાના એરપોર્ટ પર મિસાઈલ હુમલા કરીને એરસ્ટ્રીપને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાર્કિવમાં ભીષણ લડાઈમાં યુક્રેનની સેનાએ રશિયન સેના પાસેથી ચાર બેઝ પરત લેવાનો દાવો કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો હતો કે રશિયન દળોએ શનિવારે ડોનબાસ વિસ્તારમાં મોટા હુમલાઓ કર્યા હતા પરંતુ ત્રણ વિસ્તારોને કબજે કરવામાં નિષ્ફળ ગયા હતા. રશિયન સૈન્ય હાલમાં લુહાન્સ્કમાં ડોન્સ્કમાં લીમેન અને સ્વાયરોડોન્સ્ક અને પોપ્સાનાને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને યુક્રેનિયન સૈન્યને શસ્ત્રોનો પુરવઠો સંભવતઃ યુદ્ધવિરામને નબળો પાડશે અને યુદ્ધને વધુ તીવ્ર બનાવશે. અત્યાર સુધીમાં, યુક્રેનને $8 બિલિયનથી વધુ મૂલ્યના શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા છે. આના કરતા અનેક ગણા હથિયારો આગામી દિવસોમાં મળવાના છે. રશિયાનો સામનો કરવા માટે અમેરિકા, બ્રિટન સહિત લગભગ 40 દેશો યુક્રેનને હથિયાર આપી રહ્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા
29 Jun 2022 8:24 AM GMTગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ,...
29 Jun 2022 8:20 AM GMTઅંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રક સગેવગે...
29 Jun 2022 8:11 AM GMTકચ્છ : ભુજની 7 વર્ષીય હર્ષિએ માત્ર 30 સેકન્ડમાં હાંસલ કરી અનોખી...
29 Jun 2022 7:53 AM GMTગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની...
29 Jun 2022 7:18 AM GMT