Connect Gujarat
દુનિયા

યુધ્ધની "અવકાશી" અસર, રશિયા અને યુક્રેનના આકાશમાંથી વિમાનો "ગાયબ"

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે હવાઈ માર્ગોને પણ મોટી અસર પહોચી છે.

યુધ્ધની અવકાશી અસર, રશિયા અને યુક્રેનના આકાશમાંથી વિમાનો ગાયબ
X

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે હવાઈ માર્ગોને પણ મોટી અસર પહોચી છે. જેમાં ઘણી બધી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપનીએ પોતાના માર્ગ બદલી રશિયા અને યુક્રેનના આકાશમાંથી પોતાના વિમાનોને પસાર કરવાનું ટાળ્યું છે.

યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. આ તરફ યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. જોકે, રશિયાએ આરંભિક હુમલામાં યુક્રેનની ઘેરાબંધી કરનારી અડધી સેનાનો ઉપયોગ કર્યો છે. રશિયાએ ઘણી દિશાએથી હુમલા કર્યા છે અને એનાથી આક્રમણ ઘણું વધારે જટિલ થઈ ગયું છે.

તો બીજી તરફ રશિયાના યુક્રેન પર હવાઈ હુમલાના કારણે ઘણી બધી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપની પર વિપરીત અસર પહોચી છે. ગમે ત્યારે થતાં હવાઈ હુમલામાં કોઈપણ હવાઈ જહાજ અને તેમાં રહેલા મુસાફરોને નુકશાન પહોચે નહીં તે માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપનીએ પોતાના માર્ગ બદલ્યા છે. જેમાં રશિયા અને યુક્રેન પરથી આ એરલાઇન્સ કંપનીઓએ પોતાના હવાઈ જહાજોને પસાર કરવાનું ટાળ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત, દુબઈ અને યુરોપના દેશોની એરસ્પેસમાં વિમાનોની સંખ્યા વધી છે.

Next Story