Connect Gujarat
દુનિયા

કઝાકિસ્તાનમાં "તોફાન" : 12 પોલીસકર્મીઓના મોત, તો કરોડોની સંપત્તિને નુકશાન...

કઝાકિસ્તાનમાં ઓઈલની વધતી કિંમતના કારણે ભારે બબાલ જોવા મળી રહી છે.

કઝાકિસ્તાનમાં તોફાન : 12 પોલીસકર્મીઓના મોત, તો કરોડોની સંપત્તિને નુકશાન...
X

કઝાકિસ્તાનમાં ઓઈલની વધતી કિંમતના કારણે ભારે બબાલ જોવા મળી રહી છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન સહિત અનેક સરકારી ઓફિસ અને નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે.

મળતી માહિતી અનુસાર, કઝાકિસ્તાનમાં પોલીસે પ્રદર્શનકારીઓ ભાગે તે પહેલાં જ ગોળીઓ ચલાવી હતી. કઝાકિસ્તાનના ગૃહ મંત્રાલય મુજબ આ દરમિયાન 12 પોલીસ અધિકારી અને નેશનલ ગાર્ડના કેટલાક સભ્યો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં કેટલાં નાગરિકો ઘાયલ થયા તે અંગેનો આંકડો જાહેર કરાયો નથી.

દેશમાં 5 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી ઈમરજન્સી લગાવી દીધી છે. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ સાથે ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કઝાકિસ્તાન રિપબ્લિક અનુચ્છેદ 70 અંતર્ગત સરકારનું રાજીનામું સ્વીકારું છું. નવી સરકાર ન બને ત્યાં સુધી હાલ સરકારના સભ્ય પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેશે. આ ઉપરાંત ગરીબ પરિવારોને સબસીડી આપવા પર પણ વિચાર કરવાનો આદેશ આપ્યો છે રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવે પ્રદર્શનકારીઓને અનેક વખત શાંતિની અપીલ કરી હતી. જેની કોઈ જ અસર જોવા ન મળતા અનેક સખત પગલાં લેવામાં આવ્યા હતા. તેઓએ 2 સપ્તાહ માટે ઈમરજન્સીની જાહેરાત કરી હતી. જે બાદ નૂર સુલ્તાનની રાજધાની અને અલ્માટીના સૌથી મોટા શહેરમાં એમ બન્ને જગ્યાએ કટોકટીનો સમય ગાળો વધારવામાં પણ આવ્યો. સાથે નાઈટ કર્ફ્યૂનું પણ કડકપણે પાલન કરવામાં આવ્યું. તેમ છતાં પ્રદર્શનકારીઓ કાબુમાં આવ્યા ન હતા. જે બાદ સરકારને રાજીનામું આપવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ કઝાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. જેના કારણે હાલ લોકોને કોઈપણ સમાચાર મળી રહ્યાં નથી.

Next Story