Connect Gujarat
દુનિયા

તણાવ વિનાની સરહદ : નેધરલેન્ડના વાલ્સ શહેરમાં છે ત્રણ દેશોની સરહદો

હાલમાં અમેરિકા અને કેનેડાની સરહદ પાર કરતી વેળા ગુજરાતી પરિવારના ચાર સભ્યો કાતિલ ઠંડીમાં ઠુઠવાયને મૃત્યુ પામ્યાં હોવાનો કિસ્સો વિશ્વભરમાં ચર્ચાની એરણે છે

તણાવ વિનાની સરહદ : નેધરલેન્ડના વાલ્સ શહેરમાં છે ત્રણ દેશોની સરહદો
X

હાલમાં અમેરિકા અને કેનેડાની સરહદ પાર કરતી વેળા ગુજરાતી પરિવારના ચાર સભ્યો કાતિલ ઠંડીમાં ઠુઠવાયને મૃત્યુ પામ્યાં હોવાનો કિસ્સો વિશ્વભરમાં ચર્ચાની એરણે છે ત્યારે અમે તમને જણાવી રહયાં છે નેધરલેન્ડના વાલ્સ શહેર વિશે.. આ શહેરમાં જર્મની, નેધરલેન્ડ અને બેલ્જિયમ એમ ત્રણ રાષ્ટ્રોની સરહદો મળે છે.

કોઇ પણ દેશની સરહદની વાત આવે એટલે આપણા મનમાં કાંટાળા તાર અને આધુનિક હથિયારોથી સજજ સૈન્યના જવાનોનો માહોલ ઉભો થાય છે. પરંતુ વિશ્વમાં કેટલીક એવી પણ સરહદો છે જ્યાં કોઈપણ પ્રકારના તણાવની ગેરહાજરી છે. જેના કારણે આ સરહદો સરળતાથી પાર કરી શકાય છે. યુરોપીયન યુનિયનમાં આવેલાં નેધરલેન્ડના લિમ્બર્ગ પ્રાંતમાં વાલ્સ નામનું એક નાનું શહેર છે. આ શહેરની વિશેષતા એ છે કે આ શહેરમાં જર્મની, નેધરલેન્ડ અને બેલ્જિયમ દેશની સરહદો પસાર થાય છે. આ શહેર 323 મીટરની ઉંચાઈ પર આવેલું, તે નેધરલેન્ડનું સૌથી ઊંચું સ્થાન છે. અહીંની સરહદ સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે જ્યાં ઘણા લોકો ફરવા આવે છે. આ જગ્યાની વચ્ચે એક ધારદાર પથ્થર છે, જેની એક તરફ N લખેલું છે, એક બાજુ B લખેલું છે જે બેલ્જિયમ દર્શાવે છે અને એક બાજુ G લખેલું છે જેનો અર્થ જર્મની છે. અહીં લોકો એક પગલું ઓળંગીને એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી શકે છે અને તેમને પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી. આશ્ચર્યની વાત એ છે કે અહીં બોર્ડર માત્ર જમીન પરની રેખાઓ છે જે દર્શાવે છે કે કઈ બાજુ કયો દેશ છે. ઉલ્લેખનીય છે કે, યુરોપિયન યુનિયનમાં આવતા તમામ દેશોએ ઓપન બોર્ડર પોલિસી અપનાવી છે, જેના હેઠળ લોકો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.

વિશ્વ આવી કેટલીય અજીબો ગરીબ સરહદો આવેલી છે તેના વિશે પણ તમને માહીતગાર કરતાં રહીશું

Next Story