Connect Gujarat
દુનિયા

આફ્રિકાના કોંગોમાં વિસ્થાપિત લોકોના કેમ્પમાં આતંકવાદી હુમલો, 50 લોકોના મોતની આશંકા...

આફ્રિકા દેશના કોંગોમાં વિસ્થાપિત લોકોના એક કેમ્પમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રાહયા છે.

આફ્રિકાના કોંગોમાં વિસ્થાપિત લોકોના કેમ્પમાં આતંકવાદી હુમલો, 50 લોકોના મોતની આશંકા...
X

આફ્રિકા દેશના કોંગોમાં વિસ્થાપિત લોકોના એક કેમ્પમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રાહયા છે.

કોંગોમાં લોકોની ધારદાર હથિયારોથી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. આ ઘટના આફ્રિકાના પૂર્વી વિસ્તારમાં આવેલ અશાંત ઈટુરી પ્રાંતમાં સર્જાય હતી. જોકે, અહીના વિસ્તારોમાં વર્ષ 2021ના મે માસથી સરકારે કડક પ્રતિબંધ લાગુ કર્યા છે. તેમ છતાં અહી આટલી દર્દનાક ઘટના સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. યુ.એસ. સ્થિત કિવુ સિક્યુરિટી ટ્રેકરએ જણાવ્યું હતું કે, આ પ્રાંત ખનિજોથી સમૃદ્ધ છે અને અહીં સશસ્ત્ર જૂથો મુક્તપણે ફરી રહ્યા છે. જોકે સ્થાનિક અધિકારી અને નાગરિક સોસાયટીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં લગભગ 50 લોકોના મોત નીપજ્યા છે.

Next Story