Connect Gujarat
દુનિયા

બ્રિટનના નવા રાજા તરીકે રાજા ચાર્લ્સ IIIની તાજપોશી, રાણી એલિઝાબેથને યાદ કરીને થયા ભાવુક

રાણી એલિઝાબેથ બાદ બ્રિટનને સત્તાવાર રીતે તેનો નવો રાજા મળ્યો છે.

બ્રિટનના નવા રાજા તરીકે રાજા ચાર્લ્સ IIIની તાજપોશી, રાણી એલિઝાબેથને યાદ કરીને થયા ભાવુક
X

રાણી એલિઝાબેથ બાદ બ્રિટનને સત્તાવાર રીતે તેનો નવો રાજા મળ્યો છે. શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક્સેસન કાઉન્સિલની બેઠકમાં પ્રિવી કાઉન્સિલ દ્વારા રાજા ચાર્લ્સ III ને સત્તાવાર રીતે બ્રિટનના નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજા ચાર્લ્સ III ની તાજપોશી કરવા માટે ઐતિહાસિક સમારોહ યોજાયો હતો. આ અવસરે નવા સમ્રાટના નિર્માણને લગતી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ક્વીન કેમિલા, પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ, ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન અને વર્તમાન વડાપ્રધાન લિઝ ટ્રુસ પણ હાજર રહ્યા હતા.

પ્રિન્સ ચાર્લ્સનું પૂરું નામ ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જ છે જે પ્રિન્સ ફિલિપ અને એલિઝાબેથ II ના મોટા પુત્ર છે. ચાર્લ્સનો જન્મ 14 નવેમ્બર 1948ના રોજ બકિંગહામ પેલેસમાં થયો હતો. ચાર્લ્સે 29 જુલાઈ, 1981ના રોજ લેડી ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા. બંનેને બે પુત્રો વિલિયમ અને હેરી છે. 1996 માં, ચાર્લ્સ અને ડાયના બંને અલગ થઈ ગયા. વેલ્સની રાજકુમારી ડાયનાનું 1997માં પેરિસમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચાર્લ્સે પાછળથી 9 એપ્રિલ, 2005ના રોજ કેમિલા પાર્કર સાથે લગ્ન કર્યા. રાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ પછી ચાર્લ્સને રાજા જાહેર કરવામાં આવ્યો. ચાર્લ્સ હવે 73 વર્ષના છે. ચાર્લ્સ રાજા બન્યા પછી, તેમના મોટા પુત્ર, ડ્યુક ઑફ કેમ્બ્રિજ, પ્રિન્સ વિલિયમ, હવે પ્રિન્સ ઑફ વેલ્સ તરીકે ઓળખાશે.

Next Story