Connect Gujarat
દુનિયા

ઓમિક્રૉન સામે લડવા સિરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે મંજૂરી માંગી.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતની પહેલી કંપની છે. જેણે કોરોનાના બૂસ્ટર ડોઝ લગાવવા માટે મંજૂરી માંગી છે.

ઓમિક્રૉન સામે લડવા સિરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે મંજૂરી માંગી.
X

વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટથી અનેક દેશોની ચિંતા વધી છે, ત્યારે ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંકટની વચ્ચે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં પોતાની કોરોના રસી કોવિશીલ્ડના બૂસ્ટર ડોઝ માટે દવા નિયામક પાસે મંજૂરી માંગી હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતની પહેલી કંપની છે. જેણે કોરોનાના બૂસ્ટર ડોઝ લગાવવા માટે મંજૂરી માંગી છે. કેન્દ્ર સરકારે પણ સાંસદને આ જાણકારી આપી છે કે, કોરોનાના રસીકરણ માટે બનેલા નેશનલ ટેક્નિકલ ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન અને નેશનલ એક્સપર્ટ્સ ગ્રુપે પણ બુસ્ટર ડોઝના વૈજ્ઞાનિક પાસા પર વિચાર કરી રહ્યા છે. રાજસ્થાન, છતીસગઢ, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યો ઓમિક્રોન વેરિએન્ટ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ અદાર પૂનાવાલા કહ્યું હતુ કે, શક્ય છે કે ઓક્સફર્ડ વૈજ્ઞાનિક એક નવી રસીની શોધ કરી રહ્યા છે. જે આ નવા વેરિએન્ટ સામે બૂસ્ટર ડોઝની જેમ કામ કરશે. જોકે, સિરમ ઇન્સ્ટિટ્યૂટને મંજૂરી મળશે તો આવનારા સમયમાં બુસ્ટર ડોઝ દેશમાં જ ઉપલબ્ધ થશે...

Next Story