Connect Gujarat
દુનિયા

અમેરિકાએ રશિયાના પડોશમાં 12,000 સૈનિકો મોકલ્યા, રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યું કારણ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તાજેતરના દિવસોમાં અમેરિકાએ રશિયાની સરહદે લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયામાં 12,000 સૈનિકો મોકલ્યા છે.

અમેરિકાએ રશિયાના પડોશમાં 12,000 સૈનિકો મોકલ્યા, રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યું કારણ
X

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તાજેતરના દિવસોમાં અમેરિકાએ રશિયાની સરહદે લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયામાં 12,000 સૈનિકો મોકલ્યા છે. આ પહેલા પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સૈનિકોને રક્ષણાત્મક પગલાં હેઠળ તૈનાત કરવામાં આવ્યા છે.

જો કે, તે નિશ્ચિત છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધ જીતી રહ્યા નથી. સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોને સંબોધતા બિડેને સ્પષ્ટ કહ્યું કે, "અમે યુક્રેનમાં ત્રીજા વિશ્વયુદ્ધ લડવાના નથી." પરંતુ એ પણ નિશ્ચિત છે કે અમે નાટોના સભ્ય દેશોની દરેક ઇંચ જમીનની રક્ષા કરીશું. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)માં રશિયાના મોટાભાગના પડોશીઓનો સમાવેશ થાય છે. આ તમામ દેશો 1991 પહેલા રશિયાના સહયોગી હતા. અમેરિકાએ જે દેશોમાં સૈનિકો મોકલ્યા છે તે તમામ દેશો નાટોના સભ્ય છે. નાટોમાં જોડાવાની ઈચ્છાના વિરોધમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. બિડેને કહ્યું કે યુક્રેનના લોકો અજોડ બહાદુરી અને સાહસનું પ્રદર્શન કરી રહ્યા છે.

જેના કારણે રશિયન સેનાને આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેનના લોકોને સમર્થન અને મદદ કરવામાં યુનાઇટેડ સ્ટેટ્સ તેના યુરોપિયન સાથીઓ સાથે ઊભું રહેશે. બિડેન રશિયાને વેપારથી અલગ કરવા માટે G7 દેશો અને યુરોપિયન યુનિયન વચ્ચે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી રશિયાને મોસ્ટ ફેવર્ડ નેશનની યાદીમાંથી દૂર કરી શકાય. જો આમ થશે તો રશિયા માટે આ બીજો મોટો ફટકો હશે.

Next Story