Connect Gujarat
દુનિયા

યુક્રેનનો આંખો ભીંજવી દેતો વિડીયો,દીકરી બાપને ભેટી રડી પડી તો સૈનિકોની પત્ની થઈ ભાવુક

યુક્રેન સામે રશિયન હુમલા પછી ત્યાં સ્થિતિ વણસી ગઈ છે. હજારો લોકોને રાજધાની કીવ તથા અન્ય શહેરોમાં બસો દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે.

યુક્રેનનો આંખો ભીંજવી દેતો વિડીયો,દીકરી બાપને ભેટી રડી પડી તો સૈનિકોની પત્ની થઈ ભાવુક
X

યુક્રેન સામે રશિયન હુમલા પછી ત્યાં સ્થિતિ વણસી ગઈ છે. હજારો લોકોને રાજધાની કીવ તથા અન્ય શહેરોમાં બસો દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં વાઈરલ પોસ્ટ દરમિયાન યુક્રેનના લોકો એકબીજાને ભેટીને રડતા જોવા મળ્યા છે. આ દરમિયાન એક પિતા પોતાની દીકરીની સુરક્ષા અંગે ચિંતિત થઈ રડતા જોવા મળ્યા છે. જોકે તે પોતાની દીકરીને સુરક્ષિત સ્થાને ખસેડી પોતે રશિયાની સામે લડત આપવા તૈયાર થઈ ગયો છે.

આ વીડિયો ન્યૂ ન્યૂઝ ઈયૂએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સાબિત થાય છે કે લાખો યુક્રેનવાસીઓ આ યુદ્ધના કારણે કેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રશિયન સેના શુક્રવારે સવારે યુક્રેનના ઘણા વિસ્તારોમાં આગળ કબજો કરવા વધી રહી છે. એટલું જ નહીં રશિયન સેનાએ યુક્રેનના ઘણા વિસ્તારોને નષ્ટ કરી દીધા છે. તેવામાં રશિયા અત્યારે યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી કેટલાક કલાકોમાં રશિયા કીવ પર હુમલો કરી શકે છે અને આના પરિણામે જ નાગરિકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. યુક્રેને સ્થાનિક લોકો અને ખાસ કરીને પુરુષોને ફ્રન્ટલાઈન વર્કર તથા રિઝર્વ સૈનિકના રૂપે તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વીડિયો કયા સ્થળનો છે તે બહાર નથી આવ્યું પરંતુ આ વ્યક્તિ પોતાના પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડી દેશ માટે લડત આપતા પહેલા ભાવુક થતી જોવા મળી હતી.

Next Story