Connect Gujarat
દુનિયા

અમેરિકા : ગન કલ્ચર પર અંકુશ લગાવવા સરકાર મક્કમ, રાષ્ટ્રપતિ જો બાઇડેને કર્યા ગન કંટ્રોલ બિલ પર હસ્તાક્ષર

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકાર હવે અમેરિકામાં ગન ફાયરિંગની ઘટના પર લગામ લગાવવા માટે મક્કમ બની છે.

અમેરિકા : ગન કલ્ચર પર અંકુશ લગાવવા સરકાર મક્કમ, રાષ્ટ્રપતિ જો બાઇડેને કર્યા ગન કંટ્રોલ બિલ પર હસ્તાક્ષર
X

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકાર હવે અમેરિકામાં ગન ફાયરિંગની ઘટના પર લગામ લગાવવા માટે મક્કમ બની છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ગત શનિવારે ગન કંટ્રોલ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા.

અમેરિકામાં વધતી ફાયરિંગની ઘટનાઓ બાદ હવે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકારે મક્કમતા બતાવી છે. જેમાં ગન કંટ્રોલ કાયદો ઘડવા માટે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો માંગ કરી રહ્યા હત, ત્યારે હવે આ કાયદો લાવવાની માંગ અને ગન કંટ્રોલ બિલ હેઠળ નાની ઉંમરમાં ગન ખરીદનારોના બ્રેકગ્રાઉન્ડની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ રાજ્યોને ખતરનાક ગણાતા લોકો પાસેથી પણ હથિયારો પરત લેવાનો અધિકાર આપવામાં આવશે. જોકે, અમેરિકામાં ગન કલ્ચર પર અંકુશ લગાવવા માટે આ કાયદાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. અમેરિકી સેનેટે ગત ગુરુવારે ગન કંટ્રોલ બિલ પાસ કર્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ બાઇડને જણાવ્યુ હતું કે, આ કાયદો પસાર થવાથી ઘણા લોકોના જીવ બચશે. એટલું જ નહીં, ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિજનોનો ઉલ્લેખ કરતા બાઇડને વધુમાં જણાવ્યુ હતું કે, આ કાયદા અંગે અમેરિકી સરકારે કંઈક કરવાનું હતું, જે હવે કરી બતાવ્યુ છે.

Next Story