Connect Gujarat
દુનિયા

અમેરિકા રશિયા પર પ્રતિબંધ હટાવવા તૈયાર, પણ રશિયા દરખાસ્ત સ્વીકારે તો..!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમેરિકા સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. અમેરિકા યુદ્ધમાં તેની સેના મોકલી નથી.

અમેરિકા રશિયા પર પ્રતિબંધ હટાવવા તૈયાર, પણ રશિયા દરખાસ્ત સ્વીકારે તો..!
X

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમેરિકા સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. અમેરિકા યુદ્ધમાં તેની સેના મોકલી નથી. પરંતુ તેના તરફથી રશિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ બાઈડન રશિયા માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી. પરંતુ હવે, અમેરિકા તરફથી રશિયાને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં તમામ પ્રતિબંધો હટાવવાની વાત કરી છે.

અમેરિકાએ કહ્યું છે કે, જો રશિયન સેના યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરી દેશે તો તેના પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે. પરંતુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, યુક્રેન પર શરૂ કરવામાં આવેલી કાર્યવાહી રોકવી પડશે. જોકે, આ પ્રસ્તાવ વિશે હજી રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આવું પહેલીવાર છે કે, જ્યારે અમેરિકાએ આગળ આવીને રશિયાને આવી ઓફર આપી છે. અત્યારે રશિયાએ અમેરિકા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. અન્ય દેશો પણ રશિયા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે રશિયાની સંપૂર્ણ અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. પરંતુ અમેરિકાએ આ ડૂબતી અર્થવ્યવસ્થા બચાવવા માટે રશિયન રાષ્ટ્રપતિને ઓફર આપી છે.

જોકે, હવે તેઓ આ ઓફર સ્વીકારે છે કે, નહીં તે આગામી દિવસોમાં ખબર પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રશાસને તેમના દેશમાં રહેતા યુક્રેનના લોકો માટે માનવીય સહાયતાની રજૂઆત કરી છે. સંઘીય કાર્યક્રમ 'ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ' અંતર્ગત યુક્રેનના નાગરિકો 18 મહિના સુધી તેમના દેશમાં રહી શકે છે. અમેરિકન પ્રશાસને કહ્યું છે કે, યુક્રેનમાં રશિયાના ચાલતા આક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધને કારણે એક મોટું માનવીય સંકટ ઊભું થયું છે. જેના કારણે 10 લાખથી વધુ લોકોએ તેમનો દેશ છોડી દીધો છે.

Next Story