Connect Gujarat
દુનિયા

ત્રીજી લહેરની આશંકા વચ્ચે 5થી 12 વર્ષના બાળકોને આવતા મહિને મળી જશે રસી

ત્રીજી લહેરની આશંકા વચ્ચે 5થી 12 વર્ષના બાળકોને આવતા મહિને મળી જશે રસી
X

દુનિયામાં ડેલ્ટા વેરિએન્ટની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે 5થી 12 વર્ષના બાળકોનું રસીકરણ આવતા મહિને ઉપલબ્ધ થઈ શકે છે. અહીં ઓછી ઉંમરના બાળકોના પરિજન માટે રાહતની વાત હશે. કેમ કે હજું સુધી રસી ફક્ત 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકો માટે ઉપલબ્ધ હતા.

આ જાણકારી આ અભિયાન સાથે જોડાયેલી 2 વિશેષજ્ઞોએ આપી છે. અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસન(એફડીએ)ના પૂર્વ આયુક્ત તથા ફાયઝર બોર્ડના સભ્યો ડો. સ્કોટ ગોટલિબે કહ્યું છે કે ઓછી ઉંમરના બાળકો માટે રસીની મંજૂરી મળવા માટે ક્લીનિલ આંકડાની ત્વરિત સમીક્ષા જરુરી છે. ગોટબિલે સીબીએસના ફેસ ધ નેશન કાર્યક્રમમાં કહ્યુ કે સૌથી સારી સ્થિતિમાં ફાયઝરની રસી ઓછી ઉંમરના બાળકો માટે 31 ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે ફાયઝરે જે પ્રકારના આંકડા ભેગા થયા છે. તેમના પર મને ભરોસો છે. ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં અંતરિમ બાળ રોગ પ્રમુખ ડો. જેમ્સ વર્સાલોવિકે કહ્યું કે ઓછી ઉંમરના બાળકો માટે રસીની મંજૂરી ઓક્ટોબર સુધી મળવાની સંભાવનાને લઈને તે ગોટલિબથી સહમત છે.

ડો. વર્સોલોવકે કહ્યું કે અમે પરિક્ષણોને આગળ લઈ જવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફાયઝર અને મોર્ડના બન્ને કંપનીઓ બાળકોમાં કોવિડ રસીની સુરક્ષા, યોગ્ય ડોઝ અને અસરકારક્તા પર ડેટા એકત્રિત કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ વયસ્કોની સરખામણીએ કોવિડથી પીડિત બાળકોમાં હળવા લક્ષણો અથવા બિલકુલ પણ ન હોવાની શક્યતા અધિક હોય છે. બાળકોમાં ગંભીર બિમારી વિકસિત થશે. હોસ્પિટલમાં દાખલ થવા અથવા મરવાની શક્યતા બહું ઓછી છે.

Next Story