Connect Gujarat

પ્રોડક્શન હાઉસ YRFની પહેલ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 15,000 ડેઇલી વેજ વર્કર્સને આર્થિક સહાય કરશે

પ્રોડક્શન હાઉસ YRFની પહેલ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 15,000 ડેઇલી વેજ વર્કર્સને આર્થિક સહાય કરશે
X

મહામારી કોરોના વાઇરસને કારણે શૂટિંગ અને પ્રોડક્શનના તમામ કામ અટકાવી દેવાયા છે. તેને કારણે આ ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજ વર્કર્સને અસર થઇ છે. તેમની મદદ માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોય્સ (FWICE) આગળ આવ્યું છે. તેમેણે સેલેબ્સને પણ મદદ કરવા અપીલ કરી હતી. યશ રાજ ફિલ્મ્સ (YRF) પ્રોડક્શન હાઉસ આ વર્કર્સની સહાયે આવ્યું છે. તેમણે FWICE પાસેથી 15,000 વર્કર્સની બેન્ક ડિટેલ્સ માગી છે જેથી તે રકમ તેમના ખાતામાં જ જમા કરી શકે. આવું કામ કરનાર ઈન્ડસ્ટ્રીનું આ પહેલું પ્રોડક્શન હાઉસ છે.

અગાઉ સલમાન ખાને પણ તેના બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન મારફતે આ વર્કર્સની મદદ કરી છે. તેણે પણ FWICE પાસેથી 25,000 વર્કર્સની બેન્ક ડિટેલ્સ લીધી છે. આ સિવાય અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ પણ FWICEને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સ માટે 51 લાખ -51 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. અન્ય સેલેબ્સે પણ કોરોના સામેની લડતમાં કોઈને કોઈ રીતે આર્થિક સહાય કરી છે.

Next Story
Share it