યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક ખંભાળિયા માં ખેડૂત સંમેલન યોજવા માં આવ્યું હતું

ખેડૂત હિત રક્ષક સમિતિના બેનર હેઠળ એક ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. ખંભાળિયાના જોધપુર નાકામાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માત્ર દ્વારકાના ખેડૂત ઉપરાંત ગુજરાતભર માંથી ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.

આ ખેડૂત સંમેલનમાં પાક વીમો અને ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં થયેલી ગેરરીતિ અને ખેડૂતોને પડતી તકલીફો અંગે ખેડૂત આગેવાનોએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આગામી દિવસોમાં ઉગ્ર દેખાવ કરી સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપવાની પણ આ તબક્કે જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY