Connect Gujarat
ગુજરાત

યાત્રાધામ દ્વારકા નગરી બન્યું કૃષ્ણમય : “દ્વારકા ઉત્સવ ૨૦૧૯”નું કરાયું વિશેષ આયોજન

યાત્રાધામ દ્વારકા નગરી બન્યું કૃષ્ણમય : “દ્વારકા ઉત્સવ ૨૦૧૯”નું કરાયું વિશેષ આયોજન
X

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાનશ્રી દ્વારકાધીશના જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કાન્હાના ૫૨૪૬માં જન્મોત્સવની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે ભગવાનના જન્મોત્સવની ઉજવણી પ્રસંગમાં કોઈ કચાસ ન રહે તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર પોલિસ અને પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે હેતુથી તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા તરફ આવતા વાહનોનું ચેકીંગ માટે જિલ્લાના મુખ્ય માર્ગો પર અંદાજિત ૬ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જન્માષ્ટમી પર્વ નિમિતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “દ્વારકાઉત્સવ ૨૦૧૯”નું પણ વિશેષ આયોજન કરાયું છે. ભાવિક ભક્તો માટે પ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જગત મંદિરની આસપાસ યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરના પરિસર, શિખર પર અને મંદિરની આસપાસ તેમજ ગર્ભગૃહમાં લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

યાત્રાધામ દ્વારકામાં અનેક ઉત્સવની ઉજવણી થતી હોય છે, પરંતુ દ્વારિકાનો મુખ્ય ઉત્સવ એટલે જન્માષ્ટમીનો પર્વ. ક્રુષ્ણજન્મોત્સવની ઉજવણી થવાની હોઈ ત્યારે રાજયભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુંઓ નાથના દર્શનનો લ્હાવો લેવા આવતા હોય છે. જનષ્ટમીના દિવસે રાત્રે ૧૨ કલાકે જગત મંદિરના દ્વાર ખૂલ્યા બાદ આરતી, મટકી ફોડ, ભજન સત્સંગ સહિત “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે દ્વારકાધીશ મંદિરનું પરિસર ગુંજી ઉઠશે.

Next Story