Connect Gujarat
Featured

વેક્સિન ટ્રાયલ: ઝાયડસ કેડિલાને કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી

વેક્સિન ટ્રાયલ: ઝાયડસ કેડિલાને કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી
X

કોરોના વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલી કોરોના વેક્સિન ZyCoV-Dની બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારત સરકારના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

30 હજાર જેટલા વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે વૈશ્વિક ફાર્મા કંપની ઝાયડસ કેડિલા હવે ત્રીજા તબક્કામાં 30 હજાર જેટલા વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કામાં ZyCoV-D સલામત, રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડનારી હોવાનું સંતોષકારક પરિણામ સામે આવ્યું છે.

Next Story
Share it