Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: નહેરમાં ડૂબી જતાં 11વર્ષના બાળકનું મોત

અંકલેશ્વર: નહેરમાં ડૂબી જતાં 11વર્ષના બાળકનું મોત
X

ક્રિકેટ રમતાં રમતાં બોલ કેનાલમાં પડ્યો ને લેવા જતાં રાહુલ પાણીમાં ગરકાવ થયો

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસેની કેનાલમાં આજ રોજ સાંજના સુમારે 11 વર્ષીય બાળકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ક્રિકેટ રમતા સમયે બોલ કેનાલમાં પડતા તે લેવા જતા રાહુલ અણ્ણા મલય નામનો બાળક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં અન્ય બાળકોએ આ બાબતે પરિવારને જાણ કરતા દોડધામ મચી હતી.

અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા વિસ્તાર માં અવેલા વૈભવ પાર્ક માં રહેતા અને મૂળ તમિલનાડુના પરિવાર નો રાહુલ 4થા ધોરણ માં અભ્યાસ કરતો હતો. રાહુલ કેનાલમાં ડૂબી જતાં ડીપીએમસીને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જમણે શોધખોળ હાથ ધરતાં રાહુલનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો.

Next Story