Connect Gujarat
Featured

અંકલેશ્વર : લાયન્સ ક્લબ દ્વારા યોજાયો વિશેષ કાર્યક્રમ, જુઓ કેવી રીતે કરી ગાંધી જયંતિની ઉજવણી..!

અંકલેશ્વર : લાયન્સ ક્લબ દ્વારા યોજાયો વિશેષ કાર્યક્રમ, જુઓ કેવી રીતે કરી ગાંધી જયંતિની ઉજવણી..!
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નોટિફાઈડ એરિયામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વછતા અભિયાન હેઠળ વિશેષ સફાઇ કરનાર ટીમના સભ્યોને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ 50 જેટલા સફાઈ કામદારોને ફ્રૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અંકલેશ્વર શહેર લાયન્સ પ્રમુખ કિશોર કાછડીયા, લાયન્સ વુમન ક્લબના પ્રમુખ ભાનુ કાછડીયા, પ્રોજેક્ટ ચેરપર્શન મનીષા દુધાત, લાઇન્સ કલબ ટ્રસ્ટના પ્રમુખ જશુ ચૌધરી, વિમલ જેઠવા, રાજેશ દુધાત સહિત લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story