Connect Gujarat
Featured

અભિનેતા સંજય દત્તને યુનાઇટેડ આરબ અમીરાતે ગોલ્ડ વિઝા આપ્યાં

અભિનેતા સંજય દત્તને યુનાઇટેડ આરબ અમીરાતે ગોલ્ડ વિઝા આપ્યાં
X

ફિલ્મ અભિનેતા સંજય દત્ત યૂએઈ ગોલ્ડ વીઝા મળ્યા છે. આ જાણકારી અભિનેતા સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આપી છે. આ તસવીરમાં તેમની સાથે યૂએઈના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી જોવા મળી રહ્યા છે અને તેમણે જ સંજય દત્તને આ સન્માન આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સંજય દત્તે યૂએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ફિલ્મ અભિનેતા સંજય દત્ત યૂએઈ ગોલ્ડ વીઝા મળ્યા છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે ટેલેન્ટેડ લોકોને યૂએઈમાં રહેવા અને તેમની યોગ્યતાનો લાભ ઉઠાવવા માટે આ વીઝા આપવામાં આવે છે. જેનાથી દેશને ફાયદો મળી શકે. હવે ભારતમાં સંજય દત્ત એકમાત્ર અભિનેતા છે જેમને આ ગોલ્ડન વીઝા મળ્યા હોય. સંજય દત્ત ફિલ્મોના શૂટિંગને લઈ દુબઈ જતા હોય છે. આ વીઝાથી તેમને ઘણો ફાયદો મળશે.

Next Story