Connect Gujarat
ગુજરાત

અમદાવાદ ખાતે સતત અઢી મહિનાની સારવાર બાદ નક્ષના હૃદયનું કરાયું સફળ ઓપરેશન

અમદાવાદ ખાતે સતત અઢી મહિનાની સારવાર બાદ નક્ષના હૃદયનું કરાયું સફળ ઓપરેશન
X

ભાવનગરના પીથલપુર ગામે રહેતા અને હીરા ઘસી તેમજ છુટક મજુરી કરી પોતાનું

ગુજરાન ચલાવતા મુન્નાભાઈ ચૌહાણને ત્યાં બે વર્ષ પહેલા નક્ષનો જન્મ થયો. જન્મ વખતે

નક્ષનો વજન અઢી કિલો હતો જેમાં દિવસે ને દિવસે ઘટાડો થતો ગયો અને ઘટતા ઘટતા એક

વર્ષ બાદ વજન માત્ર એક કિલો થઈ ગયો.

આ બબતે રૂબરૂ મુલાકાત વેળાએ નક્ષના પિતા મુન્નાભાઈ ચૌહાણ જણાવે છે કે રાત

દિવસ નક્ષ રડ્યા કરે, જમેં નહીં, ઊંઘે નહીં અને તેનો વજન પણ વધે નહીં. અમારો સમગ્ર

પરિવાર નક્ષની આ દયનિય સ્થિતિ જોઈ દુઃખમાં ગરકાવ રહેતો. આગળ શુ કરવું એ સમજાતુ

નહોતુ ત્યારે આ બાબતની જાણ મેં ગામના આંગણવાડી બહેનને કરી. થોડા સમય બાદ મેડિકલ

ટીમ આવી અને નક્ષને તપાસવામાં આવ્યો. નક્ષને હૃદય રોગની ગંભીર બીમારી હોવાની

શક્યતા જણાતાં મેડિકલ ટીમે તેને વધુ તપાસ માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે મોકલવાની

વ્યવસ્થા કરી. ત્યાં નિદાન થયું કે નક્ષના હૃદયમાં છિદ્ર છે અને ફેફસામાં ભારે

માત્રામાં કફ જામી ગયેલ હોય ફેફસા નબળા પડી ગયા છે.

આથી વધુ સારવાર માટે નક્ષને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રિફર

કરવામાં આવ્યો. જ્યાં સતત અઢી મહિના સુધી તેની સારવાર ચાલી. ફેફસામાં જામી ગયેલ કફ

દૂર કરવામાં આવ્યો ત્યારબાદ તેના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ સમગ્ર

સારવાર સરકાર તરફથી અમને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ. જે માટે સરકારનો અમે આભાર માનીએ

એટલો ઓછો છે.

હોસ્પિટલમાં જોયેલી ઘટના વિશે

વધુમાં મુન્નાભાઈ જણાવે છે કે આ હોસ્પિટલમાં આ પ્રકારની હૃદય સબંધી સારવાર લેવા

બહારના રાજ્યોમાંથી પણ લોકો આવતા હતા. અને અમે લીધી એવા જ પ્રકારની સારવારના ખર્ચ

પેટે ૪ થી ૫ લાખ રૂપિયા ચુકવતા હતા. જ્યારે અમને આ સારવાર અને આ સુવિધા સરકારશ્રીના

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તદ્દન મફતમાં ઉપલબ્ધ થઈ હતી. આંખનો ખુણો

લુછતા મુન્નાભાઇ જણાવે છે કે હું હીરા ઘસુ છું, છૂટક મજૂરી કરું છું જો મને સરકારની આ યોજનાનો લાભ ન

મળ્યો હોત તો કદાચ આખી જિંદગી મજૂરી કરત તો પણ પુત્રની સારવાર કરાવી શકેત કે કેમ

તે એક પ્રશ્ન છે.

Next Story