Connect Gujarat
સમાચાર

અમદાવાદ : ધો. 10 નાપાસ નરાધમે બનાવ્યા 10 ફેક આઈડી, 40થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા ઝડપાયો

અમદાવાદ : ધો. 10 નાપાસ નરાધમે બનાવ્યા 10 ફેક આઈડી, 40થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા ઝડપાયો
X

હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે. પણ જો કોઈ વ્યક્તિ જીવનમાં અલગ અલગ યુવતીઓ સાથે લગ્ન કરી અન્ય યુવતીઓનું જીવન બરબાદ કરી દગો કરે તો..! જીહા, અત્યારના સમયમાં જીવનસાથીની પસંદગી માટે સાઈટ પરથી લગ્ન થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો સાથે જ આવી સાઈટ પરથી છેતરપિંડી થવાના કેસ પણ એટલા જ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઇમે એક એવા આરોપીની ધરપકડ કરી જેણે પોતાનું ફેક આઈડી બનાવી 40થી વધુ યુવતિઓને પોતાની ચુંગલમાં ફસાવી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ... દગાબાજ પ્રેમી...

અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસને એક યુવતીએ ફરિયાદ કરી હતી કે, સંદીપ મિશ્રા નામના એક વ્યક્તિએ તેને પ્રેમજાળમાં ફસાવી તેની પાસે રૂપિયાની માંગણી છેતરપિંડી કરી છે, ત્યારે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી આરોપી સંદીપ મિશ્રાની ધરપકડ કરી હતી. ફ્રોડ સંદીપ મિશ્રા મેટ્રોમોનિયલ સાઈટ પરથી અનેક યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. માત્ર ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની યુવતીઓનું પણ આ નરાધમે શોષણ કર્યુ છે.

જોકે, આરોપી સંદીપ મિશ્રાની પોલીસે વધુ પૂછપરછ કરતા તપાસ દરમ્યાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ અત્યાર સુધીમાં દિલ્હી, રાજસ્થાન, ગોવા, ઉજ્જેન, છત્તીસગઢ અને બંગાળ શહેરની 40થી વધુ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસના દાવા અનુસાર આરોપી ધોરણ 10 નાપાસ છે. પરંતુ ગૂગલમાં અલગ અલગ 10 જેટલા ફેક આઈડી બનાવી પોતે ગૂગલમાં એચઆર મેનેજર છે. અને તેનો પગાર લાખો રૂપિયામાં છે, તેવું બતાવી યુવતિઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો. હાલ તો પોલીસે આરોપી પાસેથી 30 જેટલા સીમકાર્ડ જપ્ત કર્યા છે. વધુમાં આરોપી જીવનસાથી ડોટ કોમ પર વધારે કાર્યરત રહેતો હતો. જે હોટેલમાં તે રહેતો હતો, ત્યાં પણ કામ કરતી યુવતીઓને સારી નોકરી આપવાની લાલચ આપતો હતો. આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ કૃત્ય કરતો હોવાનું પણ જાણવા મળ્યું. જોકે અત્યાર સુધીમાં કયા કયા રાજ્યમાં યુવતીઓને ફસાવી છે, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story