Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં વ્યસનીઓની સંખ્યા વધી, નશીલા પદાર્થો સપ્લાય કરતાં 79 આરોપી ઝબ્બે

અમદાવાદ : રાજયમાં વ્યસનીઓની સંખ્યા વધી, નશીલા પદાર્થો સપ્લાય કરતાં 79 આરોપી ઝબ્બે
X

રાજ્યભરમાં નશીલા પદાર્થો પકડી પાડવા માટે એક મહિનાની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં કુલ 72 ગુના શોધી કુલ રૂ. 4.39 કરોડની કિંમતના નશીલા પદાર્થ ઝડપી 79 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

રાજયના પોલીસવડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નશીલા પદાર્થો અને સિન્થેટિક ડ્રગ્સ પકડી પાડવા માટે 5 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન માદક પદાર્થોના ગુનામાં અગાઉ પકડાયેલા 13 આરોપીઓની પીઆઈટી અને એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરાઈ હતી. અગાઉ પકડાયેલા રૂ. 13.41 લાખના માદક પદાર્થોનો કોર્ટની પરવાનગી લઈને નિકાલ અને નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ડ્રાઇવ દરમિયાન સુરતમાંથી 1.33 કરોડનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તદ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી કોડિન કફ સીરપનો નશો કરવા માટેના રેકેટનો પણ પર્દાફાશ કરી રૂ.55 લાખની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આવા ડ્રગ અને પ્રતિબંધિત કફ સિરપનો ઉપયોગ યુવા ધન કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Next Story