Connect Gujarat
સમાચાર

અમદાવાદ : હાથરસ વિરોધમાં કોંગ્રેસની રેલી, પોલીસે નેતાઓની કરી અટકાયત

અમદાવાદ : હાથરસ વિરોધમાં કોંગ્રેસની રેલી, પોલીસે નેતાઓની કરી અટકાયત
X

# હાથરસ ગેંગરેપનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ

# પોલીસે કોંગ્રેસની પ્રતિકાર રેલીને અટકાવી

# અમિત ચાવડા સહિતના 65 નેતાઓની અટકાયત

# અમિત ચાવડાએ સરકાર પર અત્યાચારનો આરોપ લગાવ્યો


ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઘટનાના વિરોધમાં અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ કોંગ્રેસની આ રેલીને મંજૂરીના મળતા અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારતોની અટકાયત કરવામાં આવી હતી રેલીમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકરોનો કોંગ્રેસ ઓફિસ પર જમાવડો થયો હતો. રેલીને જોતા ટ્રાફિક- પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો હતો બીજી તરફ, રેલીમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી છે

એ ઉપરાંત કોંગ્રેસના 4 મહિલા કાર્યકર સહિત ધારાસભ્ય શૈલેશ પરમારની પણ અટકાયત કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ તથા નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી.પોલીસે વર્તમાન સમયમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા હોવાથી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહેવાની કોઈ શક્યતા ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી. પ્રતિકાર રેલી ના યોજાય એ માટે બંદોબસ્તમાં 3 ડીસીપી અને સેક્ટર 1ના તમામ પીઆઈ તથા પીએસઆઈને અને પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો

પાલડી કોંગ્રેસ ભવનથી પ્રતિકાર રેલી કાઢવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો પણ વચ્ચે પોલીસે તેમને અટકાવ્યા હતા અને મંજૂરી ના હોવાથી પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર અત્યાચારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપ સરકાર પોલીસને આગળ કરી જનતાના અવાજને દબાવવા માંગે છે.

Next Story