Connect Gujarat
Featured

આખો દેશ જોમ અને જુસ્સાથી ભરેલો છે કોઇ આંખ ઉઠાવી જોવાની કોશિશ ના કરે : મોદી

આખો દેશ જોમ અને જુસ્સાથી ભરેલો છે કોઇ આંખ ઉઠાવી જોવાની કોશિશ ના કરે : મોદી
X

દેશના 74મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે લાલ કિલ્લા ખાતે વડાપ્રધાને લહેરાવ્યો તિરંગો

દેશના 74મા સ્વાતંત્ર પર્વની કોરોના વાયરસના કહેર વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. લાલકિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે દુશ્મન દેશોને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, આખો દેશ જોમ અને જુસ્સાથી ભરેલો છે તેથી કોઇ આંખ ઉઠાવાની કોશિશ ન કરે અને જેણે આંખ ઉઠાવી છે તેને દેશના બહાદુર સૈનિકોએ તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે.

ભારત દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે, અમને એ પણ ખબર છે કે તે સમય જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોને જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો. તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું.આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખા દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતને પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત-રિવાજને ઉખાડી ફેંકવામાં ઘણા પ્રયાસો કરાયા છે. સામ-દામ-દંડ-ભેદ બધુ ચરમ સીમાએ હતું. ઘણા લોકોએ માનીને ચાલતા હતા કે અહીંયા રાજ કરવા માટે આવ્યા છે. પરંતુ આઝાદીની ચાહે તેમના તમામ ઈરદાઓને નિષ્ફળ કરી દીધાં હતાં. પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, કોરોનાના કારણે દેશમાં આવેલાં બદલાવો અને આત્મનિર્ભર સહિતના વિવિધ મુદ્દાઓ પોતાના ભાષણમાં આવરી લીધાં હતાં. આજથી દેશમાં ડીજીટલ હેલ્થ મિશનની શરૂઆત કરવાની ઘોષણા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે સ્વાતંત્ર પર્વની ઉજવણી સિમિત રાખવામાં આવી હતી.

Next Story