Connect Gujarat
દેશ

કર્ણાટક : કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા ગામમાં એશિયાનું સૌથી મોટું શિવલિંગ, મંદિર પણ શિવલિંગ આકારનું

કર્ણાટક : કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા ગામમાં એશિયાનું સૌથી મોટું શિવલિંગ, મંદિર પણ શિવલિંગ આકારનું
X

કર્ણાટકમાં કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા નામના ગામમાં ભગવાન ભોળાનાથનું ખૂબ જ વિશાળ શિવલિંગ સ્થાપિત છે. આ વિશાળ મંદિરને કોટિલિંગેશ્વર મંદિરના નામે ઓળખવામાં આવે છે. અહીં મંદિરનો આકાર જ શિવલિંગ સ્વરૂપનો છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે. ભારત સરકારે આ મંદિરને એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ ઘોષિત કર્યું છે.

આ મંદિરનું નિર્માણ સ્વામી સાંભ શિવમૂર્તિ અને તેની પત્ની વી રૂક્મિણીએ 1980માં કરાવ્યું હતું. આ જ વર્ષે અહીં પહેલું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં પંચલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં, પછી 101 શિવલિંગ અને ત્યાર પછી 1001 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં. 1994માં રેકોર્ડ 108 ફૂટનું શિવલિંગ આ પરિસરમાં સ્થાપિત કરવામાં આવ્યું. સાથે જ એક વિશાળ અને લાંબી નંદીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.

માન્યતા અનુસાર આ મંદિરમાં પૂજા કરવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઇ છે. એક માન્યતા એવી પણ છે કે જ્યારે ભગવાન ઇન્દ્રને ગૌતમ નામના એક ઋષિએ શ્રાપ આપ્યો હતો. ત્યારે તેમણે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે કોટિલિંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યું હતું. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે દેવરાજ ઇન્દ્રએ શિવલિંગનો અભિષેક કર્યો હતો.

આ મંદિર પરિસરમાં કોટિલિંગેશ્વરના મુખ્ય મંદિર સિવાય 11 મંદિર અન્ય પણ છે, જેમાં બ્રહ્માજી, વિષ્ણુજી, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરમાની સ્વામી, પાંડુરંગા સ્વામી, પંચમુખ ગણપતિ, રામ-લક્ષ્મણ-સીતાના મંદિર મુખ્ય રૂપથી વિરાજમાન છે.

આ વિશાળ શિવલિંગ સામે નંદી ભવ્ય અને વિશાળ રૂપમાં દર્શન આપે છે. નંદીની આ મૂર્તિ 35 ફૂટ ઊંચી, 60 ફૂટ લાંબી, 40 ફૂટ પહોળી છે, જે 4 ફૂટ ઊંચા અને 40 ફૂટ પહોળા ચબૂતરા ઉપર સ્થાપિત છે. આ વિશાળ શિવલિંગની ચારેય બાજુ દેવી માતા, શ્રી ગણેશ, શ્રી કુમારસ્વામી અને નંદી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત છે.

Next Story