Connect Gujarat
ગુજરાત

કેશોદ: અતિશય લાગણી થાય એટલે માણસને મરવું જરૂરી કહી પિતરાઈ ભાઈ-બહેને કર્યો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

કેશોદ: અતિશય લાગણી થાય એટલે માણસને મરવું જરૂરી કહી પિતરાઈ ભાઈ-બહેને કર્યો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ
X

કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ નજીક પિતરાઇ ભાઇ-બેહેને ઝેરી દવા પી લેતા

સારવાર માટે બંન્નેવને જૂનાગઢ હૉસ્પિટલમાં 108 મારફત ખસેડાયા છે. હાલમાં કેશોદ

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકનું નામ પિયુષ (ઉ.23) અને યુવતીનું નામ શિલ્પા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનામાં યુવકે દવા પીતા પહેલા ચાલુ બાઇકમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે

બોલી રહ્યો હતો કે, “મારો કંઇ વાંક નથી, મેં કંઇ કર્યું નથી. આજ મારી બહેન

માટે થઇને હું મરવા જાવ છું. આ મારો છેલ્લો વીડિયો બધાની યાદગીરી રહેશે પણ સમાજનો

નિયમ છે અતિશય લાગણી થાય એટલે માણસને મરવું જરૂરી છે. યુવકે દવા પીધી ત્યારે તેના

મોઢામાંથી ફીણ નીકળતું હતા અને તે કહી રહ્યો હતો કે હું માંગરોળથી આવું છું અને

મને મારો સાળો બિવડાવે છે. મારી બહેન સાથે અફેર હોવાનું કહી મારી સગાઈ તોડાવી નાખી

મને મારી નાખવા માંગે છે. પાછળ મારી બહેન છે તેને બચાવી લ્યો.

યુવકે વીડિયોમાં વધુમાં કહ્યું હતું કે “બધા લાગણીશીલ થઇ ગયા છે. હવે મારો સમય

આવી ગયો છે. જ્યારે યુવતીએ જણાવ્યું હતું કે, અમે ભાઇ-બહેન છીએ અને હિરેન ટાંક

અમને હેરાન કરે છે. યુવકે વીડિયોમાં જણાવ્યું હતું કે “આ દુનિયામાં

લાગણીશીલ માણસે મરવું તો પડે જ છે. હવે હું મરવા જઈ રહ્યો છું. હું મારી બેન માટે

આત્મહત્યા કરું છું. મારો કોઈ વાંક નથી મેં કાઈ કર્યુ નથી. આજે હું મારી બેન માટે

મરવા જવ છું. આ મારો છેલ્લો વીડિયો બધા માટે યાદગીરી છે. કોઈનું કઈ કર્યુ નથી કે

બગાડ્યું નથી.યુવકે વીડિયોમાં એવું પણ કહી રહ્યો હતો કે 'હવે મારો સમય થઈ

ગયો છે. બાય બાય... વધારે પડતી લાગણી કઈ કામ આવતી નથી.

Next Story