Connect Gujarat
Featured

કોલકાતા : પીએમ મોદીની બ્રિગેડ રેલીમાં 10 લાખ લોકો જોડાય તેવી સંભાવના, ટૂંક સમયમાં પહોંચશે

કોલકાતા : પીએમ મોદીની બ્રિગેડ રેલીમાં 10 લાખ લોકો જોડાય તેવી સંભાવના, ટૂંક સમયમાં પહોંચશે
X

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિશાળ મેદાન બ્રિગેડ ગ્રાઉંડમાં વડાપ્રધાન મોદી ભવ્ય રેલીને સંબોધન કરશે. ભાજપ યુપી, બિહાર બાદ બંગાળને પણ કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પીએમ મોદીથી લઈને અમિત શાહ અને દરેક પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બંગાળના દોરા કરી રહ્યું છે. આજે પીએમ મોદી કોલકાતાના વિશાળ મેદાનમાં વિશાળ રેલીને સંબોધશે. આ રેલીમાં 10 લાખથી વધુ લોકોના સામેલ થવાનો દાવો કરાય રહ્યો છે.

પશ્ચિમ બંગાળ સહિતના દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જાન લગાવી રહ્યા છે. ભાજપ પણ પોતાની શૈલી અનુસાર રાજ્યોમાં સરકાર બનાવવા સતત પ્રચાર પ્રસારમાં લાગ્યું છે. આ તમામ રાજ્યોમાં મહત્વનુ રાજ્ય છે પશ્ચિમ બંગાળ. જ્યાં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની સત્તા છે અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. સત્તા બે ટર્મથી સત્તામાં રહેલ મમતા બેનર્જીને હરાવવા અને રાજ્યમાં સરકાર બનાવવા ભાજપ જોર કરી રહ્યું છે. બંગાળમાં મમતા બેનર્જી અતિ લોકપ્રિય નેતા છે જેને હરાવવા કોઈના માટે પણ એક પડકાર છે. પરંતુ આ પડકારને ભાજપ પડકારી રહ્યું છે અને બંગાળમાં સરકાર રચવાના દાવા કરી રહ્યું છે. 2019 ની લોકસભા ચૂંટણી સમયથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ સતત બંગાળમાં કાર્યશીલ છે. અનેક સરકારી તેમજ રાજકીય કાર્યક્રમો થકી પશ્ચિમ બંગાળની જનતા સાથે સંબંધ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. છેલ્લા બે મહિના ઉપરાંતના સમયથી વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ બંગાળમાં રેલી અને જાહેરસભા કરી રહ્યા છે. આ રેલીઓમાં ઉમટી રહેલી ભીડથી ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે અને પૂર્વનું સૌથી મોટું રાજ્ય ગણાતું પાશ્ચમી બંગાળ જીતવાના દાવા થઈ રહ્યા છે. હવે ચૂંટણીની તારીખો નક્કી થઈ ચૂકી છે અને આઠ તબક્કામાં ચૂંટણી યોજવાની તારીખ ફાઇનલ કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં રાજકીય ગરમાવો વધુ જોવા મળી રહ્યો છે. ટીએમસીએ દરેક સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તો ભાજપે પણ પહેલા તબક્કા માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જેને લઈને જંગી જનસભા કરવા માટે આજે પીએમ મોદી કોલકાતા આવી રહ્યા છે. કોલકાતાના સૌથી મોટા બ્રિગેડ ગ્રાઉંડ પર વિશાળ રેલીનું સંબોધન કરશે. આ રેલીમાં 10 લાખથી વધુ સમર્થકો અને કાર્યકરો પહોંચવાનો દાવો કરાઇ રહ્યો છે. બપોરના 3 વાગ્યાના સમયે આ રેલી યોજવા જઈ રહી છે જેની તાબડતોબ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મેદાન પર ધીરે ધીરે લોકોના પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે. અહી વિશાળ મંચ પણ ઊભું કરવામાં આવ્યું છે.

Next Story