Connect Gujarat
Featured

ગુજરાત:રાજયભરમાં રસીકરણના શ્રી ગણેશ

ગુજરાત:રાજયભરમાં રસીકરણના શ્રી ગણેશ
X

આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના રાજયના કુલ 161 બૂથ પરથી રસી આપવામાં આવી હતી ત્યારે રાજ્યમાં ક્યાં સ્થળે કોણે રસીકરણનો પ્રારંભ કરાવ્યો એના પર નજર કરીયે..રસીકરણની રફતાર

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દેશ માટે આજે શુભ શનિવાર સાબિત થયો છે.સમગ્ર દેશ સાથે આજથી ગુજરાતમાં પણ રસીકરણનો પ્રારંભ થયો છે. દેશના ચાર મહાનગરો સહિત રાજયભરમાં કુલ 161 બૂથ પર કોરોનાની રસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સૌ પ્રથમ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને આરોગ્ય કર્મચારીઓને રસીકરણનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વલસાડ ખાતે રાજયના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તો વલસાડના પારડી ખાતે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ધારાસભ્ય કનુ દેસાઇના હસ્તે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું

રાજયના કેબિનેટ પ્રધાન ગણપત વસવાની વિશેષ ઉપસ્થિતિમાં ડાંગ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના વેકશીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓએ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તો તાપી જીલ્લામાં સિવિલ હોસ્પિટલ સહિત ચાર સ્થળોએ કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

નવસારી જીલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતેથી ધારાસભ્ય પિયુષ દેસાઇ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

કાપડ નગરી સુરત માં સ્મીમેર હોસ્પિટલ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલ,બી.એ.પી.એસ. ખાતે રાજયના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ,મોટા વરાછા હેલ્થ સેન્ટર ખાતે સાંસદ દર્શના જરદોષ,એપલ હોસ્પિટલ ખાતેથી ધારાસભ્ય હર્ષ સંઘવી તો બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આરોગ્ય કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસી મૂકવામા આવી હતી

નર્મદા જિલ્લાના રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાનાહસ્તે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું

સંસ્કારી નગરી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ક્લેક્ટર શાલિની અગ્રવાલ અને કમિશ્નર પી.સ્વરૂપ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

છોટાઉદેપુરમાં રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતેથી રાજયના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કોરોના સામે જંગ સમાન કોરોના વેકશીનેસનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

ખેડા જીલ્લામાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી વિધાનસભામાં દંડક પંકજ દેસાઇ અને ક્લેક્ટરની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

ભાવનગર જીલ્લામાં વિવિધ સ્થળોએથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ભારતી શિયાળ,રાજયના મંત્રી વિભાવરી દવે તેમજ ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અધિકારીઓએ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે રાજયના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાની હાજરીમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી મૂકવામાં આવી હતી

જુનાગઢની કેશોદ હોસ્પિટલ ખાતે રાજયના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજયના કૃષિ પ્રધાન આર.સી.ફળદુના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ તરફ રાજકોટના જેતપૂર ખાતે રાજ્યના મંત્રી જયેશ રાદરીયાના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

દ્વારકા ખાતે સાંસદ પૂનમ માડ્મની હાજરીમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવામાં આવી હતી.આ પ્રસંગે અધિકારીઓ,પદાધિકારીઓ અને આરોગ્યકર્મીઑ ઉપસ્થિત રહ્યા હતા

કચ્છના ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે રાજયના મંત્રી વાસણ આહીરની હાજરીમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી અને આરોગ્ય કર્મીઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો

Next Story