Connect Gujarat
ગુજરાત

ગોધરા: ખેલમહાકુંભ-૨૦૧૯ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ગોધરા: ખેલમહાકુંભ-૨૦૧૯ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો
X

ખેલમહાકુંભના પરિણામે રમત-ગમત ક્ષેત્રે દર વર્ષે નવી પ્રતિભાઓની ઓળખ થઈ રહી છે

ખેલમહાકુંભના પરિણામે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ પોતાની

પ્રતિભા બતાવવાની અને ખેલકૂદક્ષેત્રે આગળ વધવાની તકો ઉપલબ્ધ થઈ છે, ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ-૨૦૧૯ના વિજેતા

ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન

પાઠવતા જણાવ્યું હતું કે ખેલમહાકુંભ કાર્યક્રમના પરિણામે રાજ્યમાં સ્પોર્ટસ

કલ્ચરના વિકાસને સુંદર વેગ મળ્યો છે અને પરિણામે રાજ્યને દર વર્ષે નવી ખેલ

પ્રતિભાઓની ભેટ મળી રહી છે. જિલ્લાના ઉભરતા ખેલાડીઓને પ્રેક્ટિસ અને ટ્રેનિંગ માટે

સરકારે ગોધરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને મોરા ખાતે ડીએલએસએસ જેવી ઉત્તમ આંતર

માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવે જણાવ્યું

હતું કે ખેલમહાકુંભ રમત-ગમત ક્ષેત્રે કારર્કિદી બનાવવા ઉત્સુક વિદ્યાર્થીઓ-યુવાનો

અને રમતગમત પ્રેમીઓને ખૂબ ઉપયોગી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવામાં સફળ રહ્યા છે.

આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ

જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના પરિણામે નાની ઉંમરે જ ખેલક્ષેત્રે પ્રતિભા પારખીને તેને યોગ્ય પ્રશિક્ષણ અને સવલતો પૂરી પાડી શકાય તે પ્રકારની સિસ્ટમ ઉભી

કરવામાં સફળતા મળી છે. બાળકના માનસિક-શારીરિક વિકાસ અને સર્વાંગી વિકાસમાં

ખેલ-કૂદના મહત્વ વિશે વાત કરતા તેમણે જિલ્લા વહીવટીતંત્ર ખેલાડીઓને પૂરતી સુવિધાઓ અને મદદ પૂરી પાડવા કટિબદ્ધ હોવાનું ઉમેર્યુ

હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલમહાકુંભ-૨૦૧૯ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રનું વિતરણ

કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સૌથી વધુ મેડલ મેળવનાર ગોધરાની

એમ એન્ડ એમ મહેતા, હાલોલની વી.એમ.ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને વેજલપુરની એકલવ્ય મોડેલ સ્કૂલને

અનુક્રમે રૂ.૧.૫ લાખ, રૂ. ૧

લાખ અને રૂ. ૭૫ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Next Story