Connect Gujarat
Featured

છોટાઉદેપુર : ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલો યુવાન પોલીસ મથકમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યો, જુઓ પછી પોલીસે શું કહ્યું..!

છોટાઉદેપુર : ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલો યુવાન પોલીસ મથકમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યો, જુઓ પછી પોલીસે શું કહ્યું..!
X

છોટાઉદેપુર પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ એવા ગાંજાના જથ્થા સાથે અમદાવાદના 4 યુવાનોને ઝડપી પાડ્યા હતા, ત્યારે પોલીસ પૂછપરછ દરમ્યાન એક આરોપીએ પોતાનો ગુન્હો કબુલી ધ્રુસકેને ધ્રુસકે રડી ફરી આ પ્રકારનો ગુન્હો નહીં આચરે તેવી પોલીસ સમક્ષ રજૂઆત કરતો નજરે પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર પોલીસ દુમાલી ગામના પાટિયા નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન GJ 27 DB 1734 નંબરની ઇકો કાર આવતા તેને રોકવામાં આવી હતી, ત્યારે કારમાં સવાર 4 ઇસમોની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગી હતી. જોકે પોલીસે કાર ચેક કરતાં વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેની FSL દ્વારા ખાતરી કરાતાં ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

સમગ્ર મામલે છોટાઉદેપુર પોલીસે અમદાવાદના ઇશનપુર વિસ્તારમાં રહેતા જિગ્નેશ કડિયા, મેહુલ સથવારા, મિતરાજસિંહ છાસટિયા અને મોહિલપટેલને 3.931 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જોકે વધુ પૂછપરછ કરતાં ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક સાધૂ પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. છોટાઉદેપુર પોલીસે રૂપિયા 39310/-નો ગાંજનો જથ્થો, અંગઝડતીમાંથી મળેલ રૂપિયા 19560 તેમજ 4 મોબાઈલ તથા ગાંજાની હેરાફેરીના ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર મળી કુલ રૂપિયા 3,71,370/-નો મુદામાલ જપ્ત કરી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ મથકે પૂછપરછ દરમ્યાન એક આરોપી ધ્રુસકેને ધ્રુસકે રડી ફરી આ પ્રકારનો ગુન્હો નહીં આચરે તેવી પોલીસ સમક્ષ રજૂઆત કરતો નજરે પડ્યો હતો.

Next Story