જંબુસરમાં પતંગ બજારને GSTની અસર નડી પણ ઉત્સવપ્રિય લોકોમાં ઉત્સાહ યથાવત

New Update
જંબુસરમાં પતંગ બજારને  GSTની અસર નડી પણ ઉત્સવપ્રિય લોકોમાં ઉત્સાહ યથાવત

રાજ્યભરમાં વખણાતી જંબુસરની પતંગનાં બજારમાં GSTનાં પગલે પતંગ દોરાનાં દોઢ ઘણા ભાવ વધતા વેપારીઓ માટે ચિંતાનું કારણ બન્યુ છે, તેમછતાં લોકોનો ઉત્સાહ યથાવત હોવાનું પણ લાગી રહ્યુ છે.

ભરૂચ જિલ્લાનાં જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે. જંબુસરમાં વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરો માંથી વેપારીઓ જથ્થાબંધ પંતંગોની ખરીદી કરવા આવતા હોય છે. અંદાજિત 150 વર્ષોથી જંબુસરમાં ડબગર અને મરાઠા સમાજ આ વ્યવસાયથી જોડાયેલા છે.

ઘણા પરિવારો ઉતરાયણમાં વર્ષભરની રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે. જોકે ચાલુ વર્ષે GSTનાં કાયદાની અસર જાણે આ પતંગ બજાર ઉપર વર્તાઈ હોય તેમ લાગી રહ્યુ છે.

પતંગ દોરીનાં વેપારી જશવંત ઝુમખાવાલાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે નોટબંધી અને GSTની અસર પતંગ દોરીનાં વ્યવસાય પર વર્તાય રહી છે.જેના કારણે ગત વર્ષની સરખામણીમાં ગ્રહકોએ પણ મોંઘવારીનાં લીધે ખરીદ શક્તિ ઘટાડી હોવાનું કહી રહ્યા છે.તેમજ ચાઇનીસ દોરી અને તુક્કલનાં પ્રતિબંધને પણ વેપારીઓ આવકારી રહ્યા છે.

ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ પતંગની માંગ વધી રહી છે, પેપર ,દોરી,સ્ટીક,અને આ સિવાય તૈયાર થયેલ પતંગ પર GST લાગવાનાં કારણે ઉત્પાદન ખર્ચ વધી જતા પતંગોનાં ભાવમાં વધારો નોંધાવવા પામ્યો છે.જેના કારણે નાના વેપારીઓએ 40 ટકા ઉત્પાદન ઘટાડી દીધું હોવાનું કહેવાય છે.

જોકે દોરી પતંગનાં ભાવ વધારા બાદ પણ ઉત્સવપ્રિય લોકોનો ઉતરાયણની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને હર્ષોલ્લાસભેર ઉતરાયણની ઉજવણીની તૈયરીઓ પતંગ રસિકોએ શરુ કરી છે.

Latest Stories