Connect Gujarat
દેશ

જાણો કેવિ રીતે કરાય ગૌરી વ્રત !!!

જાણો કેવિ રીતે કરાય ગૌરી વ્રત !!!
X

ગુજરાત પોતાની ધાર્મિક પરંપરાઓ માટે આજે પણ લોકપ્રિય છે. આ ધાર્મિક રિત રિવાજ્માં ગૌરીવ્રત લોકપ્રિય છે. આ વ્રત અષાઢમાસની એકાદશી થી શરૂ થઈને પુર્ણિમા સુધીના પાંચ દિવસ દરમિયાન કરવામાં આવે છે. આ વ્રત કરવાથી અવિવાહીત યુવતિઓને યોગ્ય વર મળવાની આશા સેવાય છે. આ વ્રતમાં માતા પાર્વતીની અને સૂર્યદેવની પૂજા-આરાધના કરવામાં આવે છે.

ગૌરીવ્રત માટે પૌરાણિક માન્યતા એ છે કે, જેમ માતા પાર્વતીએ પોતાન મનોવાંચ્છીત વર ભગવાન શિવને પામવા માટે કઠોર તપ કર્યું હતું. એ જ પ્રમાણે જો કુમારિકાઓ પણ માતા પાર્વતીનું ધ્યાન ધરી તપ કરે તો એમને પણ ઇચ્છીત વરની પ્રાપ્તિ થાય છે. આ જ આસ્થા સાથે શ્રેષ્ઠ વર પામવાના કોડ મનમાં લઈ કન્યાઓ ગૌરીવ્રત રાખે છે.આ પાંચ દિવસના વ્રત દરમિયાન કન્યાઓ ઉપવાસ રાખે છે અને મીઠા વગરનો આહાર ફળ કે દુધ ગ્રહણ કરે છે. ગુજરાતમાં ધાર્મિક સંસ્કૃતિની સાથે પૂજા સાથે શ્રેષ્ઠ વર માટે આસ્થા રાખી પૂજા-આરાધના કરવામાં આવે છે. ગૌરીવ્રતના અંતિમ દિવસે હિંદુ વ્રત હરતાલિકા કે કડવાચોથની માફક વ્રતનું પાલન કરી અંતિમ દિવસની પૂજા-વિધિ કરવામાં આવે છે.

શું છે આ ગૌરી વ્રત કથા ?

કોઇ સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઇ પણ પ્રકારની ખોટ ન હતા.આમ છતાં સંતાન ન હોવાના કારણે આ બ્રાહ્મણ દંપત્તી ખૂબ દુ:ખી રહેતું હતું.એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપત્તીના ઘરે પધાર્યા. બ્રાહ્મણ એને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો. તેમની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછયું ત્યારે નારદજીએ કહ્યું, તમારા નગરની બહાર જે વન છે, તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર,માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે.તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે.

ત્યારે બ્રાહ્મણ દંપત્તિએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી.તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ-પાર્વતીની શુદ્ધ મને પઊજા કરતા અને પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરતા.આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયાં.

એક દિવસ બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો. ત્યારે સાપે તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઇ ગયો. આ બાજુ ઘણીવાર થઇ હોવા છતાં બ્રાહ્મણ ઘરે પરત ન આવ્યો આથી તેની પત્નીને તેની ચિંતા થઈ અને તે પોતાન પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન પડેલ જોઇ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું.

બ્રાહ્મણ પત્નીનિ કરૂણ વિલાપ સાંભળી વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયાં. તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાંખ્યું અને બ્રાહ્મણ બેઠો થયો. ત્યારબાદ બ્રાહ્મણ દંપત્તિએ ખુબ ભાવ પૂર્વક માતા પાર્વતીની પૂજા કરી.જેથી માતા પાર્વતીએ પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે બંન્નેવે સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. માતા પાર્વતીએ તેમને તેના માટે જયા પાર્વતી વ્રત(ગૌરી વ્રત) કરવા કહ્યું. આ બ્રાહ્મણ દંપત્તિએ આ વ્રત શ્રદ્ધા અને વિધિ પૂર્વક કર્યું.જેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.

આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં. પર્ણ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે.

Next Story