Connect Gujarat
Featured

જીયો અને ગુગલ સાથે મળીને એન્ટ્રી લેવલનો એફોર્ડેબલ સ્માર્ટફોન વિકસાવશે

જીયો અને ગુગલ સાથે મળીને એન્ટ્રી લેવલનો એફોર્ડેબલ સ્માર્ટફોન વિકસાવશે
X

ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા બુધવારના રોજ મળી હતી. જેમાં શેરહોલ્ડર્સને સંબોધતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે અને જિયોમાં 7.7% હિસ્સેદારી મેળવશે.

જિયો પ્લેટફોર્મ્સ અને ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ અને પ્લે સ્ટોરના ઉપયોગથી એન્ટ્રી લેવલના એફોર્ડેબલ સ્માર્ટફોનના વિકાસ માટે પણ વ્યાપારી કરાર કર્યા છે.ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે, અમારી ભાગીદારી તમામ લોકો માટે મોબાઇલના અનુભવને વધારે સારો બનાવવાની સાથે-સાથે સ્માર્ટફો નહીં ધરાવતા કરોડો ભારતીયોને સ્માર્ટફોનની પહોંચ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જિયોએ દેશનું પહેલું સ્વદેશી 5G સોલ્યુશન તૈયાર કર્યું છે. આની ટેકનોલોજી 100% સ્વદેશી છે. આ ટેકનોલોજી આવતા વર્ષે ફિલ્ડ ડીપ્લોયમેન્ટ માટે તૈયાર થઇ જશે અને આપણે તેને વિશ્વની અન્ય ટેલીકોમ કંપનીઓને એક્સપોર્ટ કરીશું. કોરોના મહામારીના કારણે અત્યારે સમય ખરાબ છે. આમ છતાં, હું ભારત અને રિલાયન્સ માટે આશાવાદી છુ. પ્રધાનમંત્રીનું જે વિઝન છે તે મુજબ હું માનું છુ કે ભારતનો સમય આવશે અને બહુ જ જલદી આવશે.


મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જિયો મીટ પ્લેટફોર્મ એજ્યુકેશન અને હેલ્થકેર જેવા ફિલ્ડમાં અનેક રૂપે મદદરૂપ થશે. આ પ્લેટફોર્મ ખાસ કરીને રીમોટ વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. ભારતમાં શિક્ષકોની જે અછત છે તેમાં તે પુરક સાબિત થશે.

Next Story