Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ : અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વેની કામગીરી પુનઃ શરૂ, ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

જૂનાગઢ : અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વેની કામગીરી પુનઃ શરૂ, ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
X

કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ લોકડાઉનમાં અમુક ઉધોગો અને કારખાનાઓના કામકાજને મંજુરી મળી છે, ત્યારે સમગ્ર સોરઠના અતિ

મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિરનાર

રોપ-વેની કામગીરીને પુનઃ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર સોરઠના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ-વેના અપર સ્ટેશનનું કાર્ય પૂર્ણ થયું છે, ત્યારે હવે રોપ-વેનું અંદાજીત 20% જેટલું જ કાર્ય બાકી છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી આ યોજનાના કાર્ય પણ સ્થગિત કરવામાં

આવ્યું હતું. પરંતુ હવે સરકારની પરવાનગી મળતા જ રોપ-વેની બાકી કામગીરી શરૂ કરવામાં

આવી છે. ઉપરાંત અહી કામ કરતા શ્રમિકો અને કંપનીના અધિકારીઓને દર 2 કલાકે સેનેટાઈઝરથી સેનેટાઇઝેશન કરવા, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું તેમજ

તબીબ દ્વારા દરેકની ફિઝીકલ તપાસ કરવી, ઉપરાંત વિદેશના

એન્જીનીયરો સાથે વિડીયો કોલીંગથી વાત કરી માર્ગદર્શન મેળવીને હાલ કામગીરીની શરૂઆત

કરવામાં આવી છે.

આ પ્રસંગે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીના સભ્ય અને ભાજપના અગ્રણી પ્રદીપ

ખીમાણી, શૈલેષ દેવ, નિર્ભય પુરોહિત, યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ

ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર, કોર્પોરેટર

એભા કટારા અને ઉષા બ્રેકો કંપનીના પ્રોજેક્ટ મેનેજર દિનેશસિંઘ નેગી સહિતનાની

આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી ચાલી રહેલા રોપ-વેના કાર્યનું નિરીક્ષણ કર્યું

હતું.

Next Story